India

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયા, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
પવિત્ર અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતાં જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયા, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

Amarnath Yatra 2026: પવિત્ર અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતાં જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

ક્યારથી શરૂ થશે યાત્રા?

વર્ષ 2026માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. 3 જુલાઈ 2026થી યાત્રાનો પ્રારંભ થશે. 28 ઑગસ્ટ 2026(રક્ષાબંધનના દિવસે)ના દિવસે યાત્રા પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે.


રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે?

યાત્રામાં જોડાવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ કરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા. પંજાબ નેશનલ બૅંક (PNB), SBI અને જમ્મુ-કાશ્મીર બૅંકની નિયુક્ત શાખાઓ દ્વારા.

આ પણ વાંચો : હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

અમરનાથ યાત્રાનું ધાર્મિક મહત્ત્વ

માન્યતા છે કે, આ પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું, તેથી જ આ સ્થાનનું નામ અમરનાથ પડ્યું છે. અહીં બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે અને તે ચંદ્રના કદ મુજબ વધ-ઘટ થાય છે, જે વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કડક સુરક્ષા અને પડકારો

અમરનાથ યાત્રા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહાડી રસ્તાઓ, કાતિલ ઠંડી અને ઓક્સિજનની અછત છતાં દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાનીના દર્શને પહોંચે છે. શ્રાઇન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે.