India

રામ મંદિરમાં VIP દર્શનના નામે 25 હજાર રૂપિયા વસૂલાયાના આરોપ, SITની તપાસ શરૂ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી 20 થી 25 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. SIT તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક સક્રિય ગેંગ હોટલો મારફતે શ્રદ્ધાળુઓનો સંપર્ક કરી વિશેષ દર્શન માટે પૈસા લેતી હતી. ટિન્નુ, અનુકલ્પ સહિત 6 લોકોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આ ટોળકી દર મહિને લાખો રૂપિયા કમાતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિરમાં VIP દર્શનના નામે 25 હજાર રૂપિયા વસૂલાયાના આરોપ, SITની તપાસ શરૂ

Ayodhya Ram Mandir VIP Darshan Scam : ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. રામ મંદિરમાં VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી 25 હજારની વસૂલાતનો ખુલાસો થયો છે. પૈસાની વસૂલાત કર્યા પછી, તેઓ શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધા આપતા હતા. SIT તપાસ દરમિયાન આ આખું પ્રકરણ સામે આવ્યુ છે, અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, રામ મંદિરમાં વિશેષ દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી 20થી 25 હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે. હોટલોના માધ્યમથી સંપર્ક બનાવવા અને VIP પાસ અપાવવા જેવી બાબતો સામે આવ્યા બાદ SITએ જીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરી છે.

ઘણા લોકોના નામ સામે આવવાની ચર્ચા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મંદિર પરિસરમાં એક ગેંગ સક્રિય હતી. આ ગેંગ VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલતી હતી. આરોપ છે કે, શ્રદ્ધાળુઓને સુવિધા અપાવવાના નામે વસૂલાત કરવામાં આવી હતી. આ લોકો દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, ટિન્નુની સાથે-સાથે અનુકલ્પ, કરુણેશ, મનીષ, અવિનાશ અને લવકુશ સહિત અન્ય લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં આ ટોળકી પર VIP પાસના દુરુપયોગનો પણ આરોપ છે.

ચાલી રહ્યો હતો મોટો ખેલ

મીડિયા અહેવાલોના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરમાં રામશંકર યાદવ ટિન્નુ અને તેના સહયોગીઓ દ્વારા વિશેષ દર્શન કરાવવામાં આવતા હતા. આ લોકો રંગમહલ વિસ્તાર અને ક્રોસિંગ-2ની આસપાસ કથિત રીતે વિશેષ દર્શનની વ્યવસ્થા કરાવતા હતા. લાંબી લાઈનોમાં ઉભા રહ્યા વિના વિશેષ માર્ગથી સીધા દર્શન કરાવવા માટે શ્રદ્ધાળુઓ પાસેથી ભારે રકમ પણ વસૂલતા હતા. તપાસ એજન્સીઓ હવે આ આખા નેટવર્કની આર્થિક પ્રવૃત્તિઓ અને તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

આ રીતે શ્રદ્ધાળુઓ સુધી પહોંચતું હતું નેટવર્ક

તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નેટવર્ક શ્રદ્ધાળુઓ સુધી પહોંચતું હતું. આ માટે શહેરની કેટલીક હોટેલ, હોમ સ્ટે અને ધર્મશાળાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપો અનુસાર, કેટલાક હોટેલ સંચાલકો બહારથી આવતા શ્રદ્ધાળુઓની માહિતી કથિત રીતે આ નેટવર્ક સુધી પહોંચાડતા હતા. ત્યારબાદ શ્રદ્ધાળુઓ સુધી VIP દર્શનનો પ્રસ્તાવ પહોંચાડવામાં આવતો હતો. SIT હવે આ પ્રક્રિયામાં સામેલ લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.