Get The App

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા 1 - image

- કાશ્મીરીઓ પાસેથી 17.91 કરોડ ઉઘરાવાયા 

- ઉઘરાવાયેલી રકમ, સોનું ચાંદી ક્યાં છે તેની કોઇ જ જાણકારી ન હોવાના અહેવાલો 

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ઇરાનને મદદ કરવાના નામે આતંકીઓ માટે ફન્ડ એકઠુ કરવામાં આવી રહ્યું હોવાની એજન્સીઓને શંકા છે, જમ્મુ કાશ્મીર ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એસઆઇએ ઇરાનને મદદના નામે ચાલી રહેલા ફન્ડિંગને લઇને એલર્ટ જાહેર કર્યું છે. 

જમ્મુ કાશ્મીર પોલીસની ગુપ્ત તપાસમાં સામે આવ્યું છે કે ઘાટીમાં બરકતી મોડલ દ્વારા આશરે ૧૭.૯૧ કરોડ રૂપિયા સાથે મોટા પ્રમાણમાં સોના સહિત અન્ય કિમતી સામાન એકઠો કરવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ અને રોકડા રૂપિયા ક્યાં છે તેની કોઇ જ સત્તાવાર માહિતી ન મળી હોવાનો દાવો આ અહેવાલમાં કરવામાં આવ્યો છે. એવામાં એજન્સીઓને એવી શંકા છે કે આ રકમનો મોટો હિસ્સો આતંકીઓના ફન્ડિંગમાં ઉપયોગમાં લેવાયો હોઇ શકે છે. 

એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરાની હાઇ કમિશન દ્વારા ૧૪ માર્ચના મદદ માગવામાં આવી હતી, મદદની આ અપીલને વચેટિયા અને સ્કેમર્સના એક સોફેસ્ટિકેટેડ નેટવર્કને હાઇજેક કરી લેવાયું છે. આ લોકો કથિત રીતે નિર્દોશ નાગરિકોને ઇરાનને મદદ કરવાના બહાને વાતચીતમાં લઇ લે છે અને બાદમાં તેમની પાસેથી મોટી રકમ ઉઘરાવી લે છે. આ રૂપિયા કે સોનું ચાંદી બાદમાં આતંકીઓના ફન્ડિંગમાં મોકલવામાં આવી રહ્યું હોવાની શંકા છે.  

હું અને મોદી કામ પૂરું કરવામાં માનનારા નેતા : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. ટ્રમ્પે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો મજબૂત હોવા પર ભરોસો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પીએમ મોદીને કામ પૂરુ કરનારા નેતા ગણાવ્યા હતા. વાસ્તવમાં તેમણે ભારતમાં અમેરિકન રાજદૂતાવાસની તેમા ઘણા લોકોને પીએમ મોદીની કામ  પૂરુ કરનારા નેતા ગણાવ્યા હતા. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર ટ્રમ્પનું નિવેદન શેર કરતા જણ્યુ કે ભારત અને અમેરિકાના સંબંધ આગળ વધીને વધુ મજબૂત થશે. હું અને પીએમ મોદી એવા વ્યક્તિ છે જે કામને પૂરુ કરે છે, જે બીજા લોકો માટે શક્ય નથી.