India

સુપ્રિયા સુળે બાદ હવે સંજય રાઉતે વિપક્ષનું ટેન્શન વધાર્યું, સીમાંકન બિલ અંગે મોદી સરકારને સમર્થનના સંકેત

By GS Team
16 Jul 20264 mins read
TukuTouch Logo
લોકસભામાં સીમાંકન બિલ પસાર કરાવવા મોદી સરકારને NCP(શરદ પવાર) નેતા સુપ્રિયા સુલેએ શરતી સમર્થન આપ્યું છે. જો સરકાર તેમની માંગણીઓ પૂરી કરે તો પક્ષ બિલને ટેકો આપશે તેમ સુલેએ જણાવ્યું. આ ઉપરાંત, શિવસેના(UBટી) નેતા સંજય રાઉતે પણ સકારાત્મક સંકેત આપ્યા છે. બંને નેતાઓના નિવેદનોથી વિપક્ષની ચિંતા વધી છે. સરકારને હવે 3 વધુ સાંસદોના સમર્થનની જરૂર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રિયા સુળે બાદ હવે સંજય રાઉતે વિપક્ષનું ટેન્શન વધાર્યું, સીમાંકન બિલ અંગે મોદી સરકારને સમર્થનના સંકેત

Supriya Sule NCP Support Delimitation Bill: લોકસભામાં સીમાંકન બિલ પસાર કરાવવા લાગેલી નરેન્દ્ર મોદી સરકારને જોરાદર સમર્થન મળ્યું છે. કેન્દ્રની નીતિનો વિરોધ કરનારા શિવસેવા(UBT)ના નેતા સંજય રાઉતે સંકેત આપ્યા છે કે, તેમની પાર્ટી સીમાંકન બિલનો સપોર્ટ કરી શકે છે. ગુરુવારે(16 જુલાઈ) તેમણે કહ્યું કે, 'વિપક્ષની પાર્ટીઓ સીમાંકન બિલનો વિરોધ કરશે. જો કે, સરકાર તેમણે જણાવેલા નવા સંશોધનો કરે છે તો સમર્થન વિચાર કરી શકે છે.'

સુપ્રિયા સુળે બાદ હવે સંજય રાઉતે વિપક્ષનું ટેન્શન વધાર્યું

NCP(શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ બુધવારે(15 જુલાઈ) કહ્યું કે, 'જો સરકાર તેમની માગ પૂરી કરે છે તો તેમની પાર્ટી આ બિલને લોકસભામાં સર્મથન કરી શકે છે.' સુપ્રિયા સુલે પછી સંજય રાઉતે પણ સીમાંકન બિલ અંગે સકારાત્મક નિવેદન આપ્યું છે. સંજય રાઉત નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે આ ટિપ્પણીઓ શનિવારે શિવસેના (UBT)ના આગામી 'રામ રક્ષા આંદોલન'ના સંદર્ભમાં કરી હતી, જે અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાનમાં કથિત અનિયમિતતાઓ સામે નિર્દેશિત છે.

સીમાંકન બિલ અંગે મોદી સરકારને સમર્થનના સંકેત

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(SP)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, જો સીમાંકન બિલ NDA સરકારનો મુખ્ય કાયદાકીય એજન્ડા બધા રાજ્યોમાં બેઠકોમાં સમાન 50 ટકા વધારા પર આધારિત છે, તો તેનો વિરોધ કરવાનું કોઈ નોંધપાત્ર કારણ રહેશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા પ્રસ્તાવને ટેકો આપવાનો કોઈપણ નિર્ણય વિપક્ષી INDIA ગઠબંધનમાં પરામર્શ પછી જ લેવામાં આવશે.

સરકાર 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંધારણ(131મો સુધારો) બિલ રજૂ કરવા માટે તૈયાર છે. આ બિલમાં લોકસભા બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાનો અને સીમાંકન પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

'સીમાંકન બિલને ટેકો આપવાનું વિચારીશું'

સુલેની ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં રાઉતે જણાવ્યું હતું કે, 'આ સત્ર દરમિયાન બિલ રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે બિલ રજૂ કરવામાં આવશે, ત્યારે આપણે બધા બેસીને નિર્ણય લઈશું. ભવિષ્યની કાર્યવાહી અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવશે.'

રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સીમાંકન બિલનો વિરોધ કરશે પરંતુ જો તેમના સૂચનો અનુસાર જરૂરી સુધારા કરવામાં આવે તો વિપક્ષ તેના પર વિચાર કરી શકે છે. NCP(SP)ના નેતા જયંત પાટિલ અને ફડણવીસ વચ્ચે થયેલી મુલાકાત અને શરદ પવારની પાર્ટીના ભાજપની આગેવાની હેઠળના શાસક મહાયુતિ ગઠબંધનમાં જોડાવાની અટકળો વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે, 'મળતી માહિતી અનુસાર, પાટિલ તેમના મતવિસ્તારને લગતા મુદ્દા અંગે મુખ્યમંત્રીને મળવા ગયા હતા.'

આ પણ વાંચો: સીમાંકન બિલ પર મોટો વળાંક! વિરોધ કરનારી DMK પર કેમ ભરોસો રાખીને બેઠી છે મોદી સરકાર?

પાટિલ NCP(SP)ના મુખ્ય સભ્ય અને વિપક્ષ મહા વિકાસ આઘાડીના અગ્રણી નેતા છે. તેમણે કહ્યું, 'તમે જે કહી રહ્યા છો તેમાં મને કોઈ સત્ય લાગતું નથી.' રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શાસક શિવસેના દ્વારા મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે સેના (UBT) અને NCP(SP) અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે, તેમણે સુલે સાથે વાત કરી છે અને તે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ બાબત સ્પષ્ટતા કરશે.

શિવસેના (UBT) પાસે 3 સાંસદો

શિવસેના (UBT) પાસે લોકસભામાં 6 સાંસદો છે. 2024ની ચૂંટણીમાં શિવસેના(UBT)ના નવ સાંસદો જીત્યા હતા. જો કે, તેમાંથી 6 તાજેતરમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. અંતે શિવસેના (UBT) પાસે 3 સાંસદો બાકી રહ્યા છે. જો આ ત્રણ સાંસદો પણ લોકસભામાં મોદી સરકારને ટેકો આપે છે, તો કેન્દ્ર સરકાર ફક્ત ત્રણ સાંસદો દ્વારા સીમાંકન બિલ પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીથી ઓછી થઈ જશે.

મોદી સરકારને હવે બે તૃતીયાંશ બહુમતી માટે વધુ 3 મતોની જરૂર

નોંધનીય છે કે, જ્યારે સીમાંકન સંબંધિત બિલ અગાઉ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત મળ્યા હતા. જો કે, તે સમયે મોદી સરકારને બિલ પસાર કરવા માટે 352 સાંસદોના સમર્થનની જરૂર હતી. વર્તમાન રાજકીય વાતાવરણમાં જો આપણે આ આંકડાની ગણતરીઓ રાખીએ તો 540 સાંસદોની લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી માટે 360 સાંસદોના સમર્થનની જરૂર પડશે.

આ પણ વાંચો: ચોમાસું સત્ર પહેલા વિપક્ષની વ્યૂહનીતિ સ્પષ્ટ: બંધારણ સુધારા અને સીમાંકન બિલનો વિરોધ કરશે કોંગ્રેસ

NDAને ગયા વખતે 298 મત મળ્યા હતા. જો આ આંકડો બરાબર રહે તો ભાજપને આ બિલ પસાર કરવા માટે વધારાના 60 સાંસદોના સમર્થનની જરૂર પડશે. ચાલો સમજીએ કે, ભાજપ આ 60ના આંકડાને કેવી રીતે મેળવશે. તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદો, ઉદ્ધવ જૂથમાંથી શિવસેનામાં ગયેલા 6 સાંસદો અને NCPના પવાર જૂથના 8 સાંસદોનો ટેકો છે. આનાથી કુલ 332 થાય છે. જો 22 DMK સાંસદો પણ જોડાય છે, તો આ આંકડો 354 (332+22) સુધી પહોંચે છે. NDA ને પછી ફક્ત 6 વધુ સાંસદોની જરૂર પડશે. વધુમાં શિવસેના (UBT) પણ સરકારને ટેકો આપવાનું વિચારી રહી છે. શરતો સાથે આનાથી સંખ્યા 357 થશે. NDA સરકારને પછી ફક્ત 3 વધુ સાંસદોની જરૂર પડશે. જો કે, એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે DMK એ હજુ સુધી સરકારને ટેકો આપવા અંગે પોતાનું વલણ જાહેર કર્યું નથી.