જંતર મંતર, ઝારખંડ પછી હવે બિહારમાં વિદ્યાર્થીઓ દેખાવો કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઝારખંડમાં ૩૦૦ અજ્ઞાત લોકો સામે એફઆઇઆર
- બિહારનાં શિક્ષણ પ્રધાનનાં રાજીનામા, ટીઆરઇ-4 ભરતીની જાહેરાતની માંગ સાથે 18 ઓગસ્ટથી આમરણ ઉપવાસ શરૂ કરાશે
નવી દિલ્હી : જંતર મંતર અને ઝારખંડ પછી હવે બિહારમાં વિદ્યાર્થીઓ દેખાવો શરૂ કરશે. બિહારનાં શિક્ષણ પ્રધાન મિથિલેશ તિવારીનાં રાજીનામા, ટીઆરઇ ૪ ભરતી માટે જાહેરાત બહાર પાડવા અને અન્ય પરીક્ષામાં થયેલ અનિયમિતતા વિરુદ્ધ વિદ્યાર્થી નેતા દિલીપ ૧૮ ઓગસ્ટથી આમરણ અનશન શરૂ કરશે.
આજે પટણામાં વિદ્યાર્થીઓની બેઠકત પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી ટીઆરઇ-૪ ભરતી માટે જાહેરાત બહાર પાડવાની માંગ કરી રહ્યાં છે.
જે દિવસે મિથિલેશ તિવારીએ રાજ્યનાં શિક્ષણ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો હતો તે દિવસે પણ વિદ્યાર્થીઓ સડક પર ઉતરી આવ્યા હતાં. હવે તેમણે આમરણ અનશનનો નિર્ણય લીધો છે.
વિદ્યાર્થી નેતા દિલીપે જણાવ્યું હતું કે આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૮ ઓગસ્ટથી ગર્દનીબાગમાં આમરણ અનશન શરૂ કરવામાં આવશે. બીજી તરફ ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતા અંગે ૧૦ ઓગસ્ટે વિધાનસભા સુધી કરવામાં આવેલી કૂચનાં સંદર્ભમાં ૩૦૦ અજ્ઞાત લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ કેસ પ્રતિબંધનાં આદેશોનું ભંગ કરવા, સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનાં આરોપમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાંચીનાં એસપી પારસ રાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૦ ઓગસ્ટે વિધાનસભા સુધી શાંતિપૂર્ણ કૂચમાં વિક્ષેપ નાખવાના આરોપમાં વિધાનસભા પોલીસ સ્ટેશનમાં ૩૦૦ અજ્ઞાત લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ડીએસપી (હટિયા) નીરજકુમારે જણાવ્યું હતું કે વીડિયો ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.









