India

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરનાર અભિજીત દીપકેને મુંબઈ પોલીસે આપ્યો મોટો ઝટકો

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) ને મોટો ઝટકો આપ્યો છે. 2 ઓક્ટોબરથી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે શિવાજી પાર્કમાં યોજાનાર વિરોધ પ્રદર્શનની મંજૂરી પોલીસે નકારી કાઢી છે. દીપકેએ આક્રોશ વ્યક્ત કરતા 'જેલ ભરો આંદોલન' ની ચીમકી ઉચ્ચારી છે. પોલીસે હાઈકોર્ટના આદેશનો હવાલો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરનાર અભિજીત દીપકેને મુંબઈ પોલીસે આપ્યો મોટો ઝટકો

Mumbai Police Denies Permission To CJP Protest : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અભિજીત દીપકેને મોટો આંચકો લાગ્યો છે. મુંબઈ પોલીસે 2 ઓક્ટોબરથી શરૂ થનારા પક્ષના વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. પોલીસના આ નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા દીપકેએ જણાવ્યું છે કે, જો તેમને શાંતિપૂર્ણ વિરોધ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ ગાંધી જયંતિના દિવસથી મુંબઈમાં 'જેલ ભરો આંદોલન' શરૂ કરશે.

હાઈકોર્ટના આદેશને ટાંકીને પોલીસે મંજૂરી નકારી

મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શિવાજી પાર્કમાં કોઈપણ પ્રકારની સભા કે વિરોધ માટે મંજૂરી આપવાનો તેમને અધિકાર નથી. PIL 116/2009માં બોમ્બે હાઈકોર્ટના 04/01/2013ના ચુકાદા અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારના 20/01/16ના આદેશ અનુસાર શિવાજી પાર્કમાં આવા કાર્યક્રમો પર મનાઈ છે. પોલીસે અરજદાર અજિંક્ય શિંદેને આ પરિસ્થિતિ સમજાવી દીધી છે અને તેમને સલાહ આપી છે કે તેઓ વિરોધ પ્રદર્શન માટે મુંબઈના અન્ય વૈકલ્પિક સ્થળો પસંદ કરી નવી અરજી કરે, જેના પર નિયમ મુજબ વિચારણા કરવામાં આવશે.

એકનાથ શિંદેના કાર્યક્રમનો હવાલો આપી ઉઠાવ્યા સવાલ

પોલીસના આ ખુલાસા બાદ અભિજીત દીપકેએ વળતો સવાલ ઉઠાવ્યો હતો કે, જો નિયમો આવા જ છે તો પછી એકનાથ શિંદેને શિવાજી પાર્કમાં સભા કરવાની મંજૂરી કેવી રીતે મળી હતી. તેમણે પોતાના દાવાના સમર્થનમાં એકનાથ શિંદેના 12 જાન્યુઆરીના ભાષણનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.