મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતા સારી સુવિધા, રાજીનામું આપો: ધર્મેન્દ્ર પ્રધાન બાદ આ નેતા પર ભડક્યો અભિજિત દીપકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP's Abhijeet Dipke Demands Maharashtra Minister Dada Bhuse's Resignation | મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની જર્જરિત હાલત અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે આક્રોશ વધતો જઈ રહ્યો છે. લાતુર જિલ્લાના ઔસા તાલુકાના ઉજની ગામ ખાતે આવેલી એક જિલ્લા પરિષદની શાળાની મુલાકાત લીધા બાદ, કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ રાજ્યના શિક્ષણ મંત્રી દાદા ભુસે સામે મોરચો માંડ્યો છે. દીપકેએ આક્ષેપ કર્યો છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય છે, જ્યારે નેતાઓ માત્ર હેલિકોપ્ટરમાં ફરવામાં મસ્ત છે.
સરકારી શાળાની મુલાકાત બાદ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ
દીપકેએ ગયા અઠવાડિયે શરૂ કરેલા 'સ્કૂલ ઠીક કરો' અભિયાનના ભાગરૂપે લાતુરની આ શાળાની મુલાકાત લીધી હતી, જે બાદ દીપકેએ આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો અને મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી દાદા ભુસેનું રાજીનામું માંગ્યું. દીપકેએ જણાવ્યું કે, જ્યારે રાજકીય નેતાઓ વિદ્યાર્થીઓ માટે કઈ જ નથી કરતા, ત્યારે લોકો તેમને કેમ મત આપે? શું લોકો તેમને માત્ર હેલિકોપ્ટરમાં મુસાફરી કરવા માટે મત આપે છે? લોકોએ જોવું જોઈએ કે તેમના બાળકો કઈ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે. આ મંત્રીઓના કૂતરાઓને વિદ્યાર્થીઓ કરતા વધુ સારી સુવિધાઓ મળે છે.
નેતાઓના બાળકોને સરકારી શાળામાં મોકલવા માટે પડકાર
દીપકેએ વધુમાં આક્ષેપ કર્યો કે, આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં, વર્તમાન સરકારે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે કોઈ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા નથી. શિક્ષણ મંત્રીએ આ પદ પર રહેવું જોઈએ નહીં. જો સરકાર સરકારી શાળાઓની સુધારણાની તાત્કાલિકતા સમજવા માંગતી હોય, તો મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમના પોતાના બાળકોને અભ્યાસ માટે આ શાળાઓમાં મોકલવા જોઈએ.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય જોખમમાં
દીપકેએ શાળાઓની ખરાબ દશા અને સુરક્ષાના મુદ્દા પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, શાળાના પાછળના ભાગમાં જમા થયેલ ભંગાર અને કચરાના કારણે સાપ આવવાની ભીતિ રહે છે. તાજેતરમાં શાળાઓમાં બાળકોના સાપના કરડવાથી મૃત્યુ પામવાની ઘટનાઓને ટાંકીને, તેમણે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અધિકારીઓની નિષ્ફળતા ગણાવી. તેમણે સરકાર પાસે સુરક્ષિત ટ્રાન્સપોર્ટની સુવિધા પણ માંગી જેથી વિદ્યાર્થીઓએ કિલોમીટરો સુધી ચાલીને શાળાએ ન જવું પડે.









