પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earthquack News : શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લઈને બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાટમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 સુધી રહી હતી જે ગંભીર શ્રેણીમાં આવે છે. સમગ્ર પશ્ચિમ બંગાળ અને ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. તેની અસર અફઘાનિસ્તાન સુધી જોવા મળી હતી. જોકે હવે તેના બાદ ભારતના પ.બંગાળ, ત્રિપુરા જેવા રાજ્યો સહિત બાંગ્લાદેશ સુધી વધુ એક ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડાઈએ હતું.









