India

ગંભીર માટે ‘કરો યા મરો’ની જંગ! હેડ કોચ અને ગિલની સૌથી મોટી અગ્નિપરીક્ષા હશે શ્રીલંકા પ્રવાસ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટથી શ્રીલંકા પ્રવાસે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માટે આ શ્રેણી અગ્નિપરીક્ષા સમાન છે, કારણ કે ટીમ WTC પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. ભૂતપૂર્વ ક્રિકેટર દીપ દાસગુપ્તાએ ટીમના ખરાબ પ્રદર્શન અંગે સવાલો ઉઠાવ્યા છે. ભારતે ફાઇનલમાં પહોંચવા 9માંથી 7 ટેસ્ટ જીતવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીર માટે ‘કરો યા મરો’ની જંગ! હેડ કોચ અને ગિલની સૌથી મોટી અગ્નિપરીક્ષા હશે શ્રીલંકા પ્રવાસ

India vs Sri Lanka Test Series 2026 : ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આગામી પ્રવાસ અત્યંત મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માટે આ સીરિઝ કોઈ અગ્નિપરીક્ષાથી કમ નથી. ભારતીય ટીમે અગાઉ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. 15 ઓગસ્ટથી શરૂ થનારી આ સીરિઝ માત્ર જીત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ટીમનું ટ્રાન્ઝિશન યોગ્ય દિશામાં જઈ રહ્યું છે કે નહીં તે પણ નક્કી કરશે.

દીપ દાસગુપ્તાએ ટીમના ટ્રાન્ઝિશન અને પ્રદર્શન પર ઉઠાવ્યા સવાલો

પૂર્વ ક્રિકેટર દીપ દાસગુપ્તાનું માનવું છે કે જો ભારતનું ખરાબ પ્રદર્શન ચાલુ રહેશે તો સૌથી વધુ સવાલો ગૌતમ ગંભીર પર ઉઠશે. તેમણે જણાવ્યું કે માત્ર યુવા ખેલાડીઓને તક આપવી એ જ સાચું ટ્રાન્ઝિશન નથી, પરંતુ ટીમનું પ્રદર્શન પણ સતત બેહતર હોવું જોઈએ. હાલમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-2027 ના પોઈન્ટ ટેબલ પર 5મા નંબર પર છે. WTC ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાકી રહેલી 9 ટેસ્ટમાંથી 7 મેચ જીતવી પડશે, જે વર્તમાન ફોર્મને જોતા સરળ નથી. શ્રીલંકાની સ્પિન પિચો અને મુશ્કેલ હવામાન હંમેશા ભારતીય ટીમ માટે આકરી પરીક્ષણ સમાન રહ્યા છે.

શ્રીલંકા પ્રવાસનું સંપુર્ણ શેડ્યૂલ

  • 7-9 ઓગસ્ટ: પ્રેક્ટિસ મેચ, કોલંબો
  • 15-19 ઓગસ્ટ: પ્રથમ ટેસ્ટ, ગૉલ (સવારે 10 વાગ્યાથી)
  • 23-27 ઓગસ્ટ: બીજો ટેસ્ટ, કોલંબો (સવારે 10 વાગ્યાથી)

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની ફૂલ સ્કવોડ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સને આધીન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સારાંશ જૈન અને ગુરનૂર બરાર.