India

સુરતથી ઉદયપુર નવી વંદે ભારતનું એલાન, 7 કલાકમાં 7 સ્ટોપેજ, રેલવેની મોટી જાહેરાત

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સંપર્કને મજબૂત કરવા રેલવે બોર્ડે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસને મંજૂરી આપી છે. 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન બાદ, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, મંગળવારે બંધ રહેશે. 690 કિલોમીટરનું અંતર 7 કલાક 30 મિનિટમાં કાપશે, જે સુરત, વડોદરા, અમદાવાદ થઈને ઉદયપુર પહોંચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતથી ઉદયપુર નવી વંદે ભારતનું એલાન, 7 કલાકમાં 7 સ્ટોપેજ, રેલવેની મોટી જાહેરાત
IMAGE - IANS

New Vande Bharat From Surat To Udaipur: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડ દ્વારા સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનું સંચાલન અને તારીખ

પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેન નવરાત્રિના સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ નવી ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 09103 તરીકે સ્પેશિયલ પ્રવાસ સાથે થશે. ત્યારબાદ, મુસાફરો માટે નિયમિત સેવા 4 ઓક્ટોબર, 2026થી ટ્રેન નંબર 26903/26904 સાથે શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, પરંતુ મેન્ટેનન્સના કારણોસર તે દર મંગળવારે દોડશે નહીં.

ટાઈમટેબલ અને અંતર

  • સુરતથી ઉદયપુર (ટ્રેન નંબર 26903): આ ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે.
  • ઉદયપુરથી સુરત (ટ્રેન નંબર 26904): પરત ફરતી વખતે આ ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.
    આ ટ્રેન અંદાજે 690 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.

રૂટ અને મુખ્ય સ્ટોપેજ

સુરત અને ઉદયપુર વચ્ચે શરૂ થયેલી આ નવી વંદે ભારત ટ્રેનથી વ્યાપારી, ટેક્સટાઈલ વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. આ ટ્રેન બંને દિશામાં નીચે મુજબના મુખ્ય સ્ટેશનો પર રોકાશે:

સુરત
ભરૂચ
વડોદરા
આણંદ
મણિનગર
અસરવા
હિમતનગર
શામળાજી રોડ
ડુંગરપુર
જાવર
ઉદયપુર સિટી

અગાઉ ચાલતી ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેનનો જ હવે સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, જેનાથી ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ ગઈ છે.