India

નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
નાગાલેન્ડમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી છેલ્લા બે દિવસમાં 19 લોકોના મોત થયા છે. મોકોકચુંગમાં 8 અને તુએસાંગમાં 11 લોકોના મોતથી શોક વ્યાપી ગયો છે. રાજ્યમાં 1990થી દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની તપાસ માટે SIT રચાઈ છે. પોલીસે 19ની ધરપકડ કરી 3000 બોટલો જપ્ત કરી છે. પ્રશાસને લોકોને અજાણ્યા દારૂનું સેવન ન કરવા ચેતવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
IMAGE - IANS

Nagaland Spurious Liquor Deaths: નાગાલેન્ડ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના

રાજ્યમાં 1990થી દારૂબંધીનો કાયદો લાગુ હોવા છતાં આ ગેરકાયદેસર દારૂ ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેઈન કઈ છે તેની તપાસ કરવા માટે પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોકોકચુંગ જિલ્લામાં 8 લોકો અને તુએસાંગ જિલ્લામાં 11 લોકોના શંકાસ્પદ દારૂના સેવનથી મોત થયા છે.

સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા, 19 લોકોની ધરપકડ

વરિષ્ઠ પોલીસ અધિક્ષક વેસુપ્રા કેઝોએ જણાવ્યું હતું કે, SITની ટીમ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ગુવાહાટી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે અને અંદાજે 3000 જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિશેષ ચેતવણી

આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા લોકોને અજાણ્યા, વગર લેબલવાળા અથવા શંકાસ્પદ ગેરકાયદેસર દારૂનું સેવન ન કરવાની કડક સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ દારૂ પીધા બાદ ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શ્વાસ લેવામાં તકલીફ કે બેભાન થવા જેવા લક્ષણો અનુભવે, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય લેવા અપીલ કરવામાં આવી છે.