જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથેના દેખાવોની મંજૂરી ન મળતાં CJP 'જેલ ભરો આંદોલન' ચલાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jail Bharo Andolan: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા રવિવારે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસે આગામી 2 ઓક્ટોબરના રોજ યોજાનાર પ્રદર્શન માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલે પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપકેએ જણાવ્યું છે કે જો પ્રદર્શનની મંજૂરી નહીં મળે, તો પાર્ટી ગાંધી જયંતિના પવિત્ર દિવસે મુંબઈમાં ઉગ્ર ‘જેલ ભરો આંદોલન’ કરશે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા અને આક્ષેપો
પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને કહેવામાં આવ્યું છે કે, ''મતદાન કરવાનો અધિકાર' છીનવી લીધા બાદ હવે નાગરિકોના 'શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર' પણ છીનવાઈ રહ્યો છે.'
અભિજિત દિપકેએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'પોલીસનો આ નિર્ણય જનતાને પોતાની વાત રજૂ કરતા અટકાવવાની એક વધુ કોશિશ છે. જનતાનો અવાજ દબાવવાના આવા પ્રયાસો ક્યારેય સહન કરવામાં આવશે નહીં.'
2 ઓક્ટોબરના પ્રદર્શનનું આયોજન શા માટે?
અગાઉ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ માંગ કરી હતી કે જો ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર 26 સપ્ટેમ્બર સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન ચૂંટણી પંચની કાર્યશૈલી અને તેના દ્વારા લેવાયેલા નિર્ણયો સામે ઉઠેલા સવાલોના વિરોધમાં કરવાનું નક્કી કરાયું હતું, જેની શરૂઆત મુંબઈથી થવાની હતી.
મુંબઈ પોલીસનું વલણ અને નોટિસ
બીજી બાજુ, મુંબઈ પોલીસે હાઈકોર્ટના 4 જાન્યુઆરી, 2013ના પીઆઈએલ (PIL) અને મહારાષ્ટ્ર સરકારના 20 જાન્યુઆરી, 2016ના આદેશને ટાંકીને સ્પષ્ટ કર્યું છે કે શિવાજી પાર્ક ખાતે કોઈપણ પ્રકારની સભા કે પ્રદર્શન યોજવાની મંજૂરી આપવાનો અધિકાર તેમની પાસે નથી. પોલીસ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં આ બાબત અરજદાર અજિંક્ય શિંદેને જણાવી દેવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ મુંબઈ શહેરમાં પ્રદર્શન માટે અન્ય કોઈ યોગ્ય જગ્યાની તલાશ કરે અને ત્યાં મંજૂરી માટે નવો અરજી કરે, જેના પર નિયમોનુસાર યોગ્ય વિચારણા કરવામાં આવશે. પોલીસે સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એમ પણ કહ્યું કે શિવાજી પાર્ક એક સાયલન્સ ઝોન અને રહેણાંક વિસ્તાર છે, જ્યાં આવા પ્રદર્શનથી ભારે અસુવિધા થઈ શકે છે.




