India

જેન-ઝીની 70 ટકા સેલેરી બિલ, કરિયાણા અને ફૂડ પાછળ ખર્ચાય છે

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
નવી દિલ્હી: ભારતમાં 5.2 લાખ જેન-ઝી નોકરીયાતોના UPI વ્યવહારોના અભ્યાસ મુજબ, તેમની માસિક આવકનો 70% હિસ્સો જીવનજરૂરિયાતની વસ્તુઓ અને નાણાકીય જવાબદારીઓ પાછળ ખર્ચાય છે. આ રિપોર્ટ જાણીતી કંપની દ્વારા જાહેર કરાયો છે. જેમાં બિલ પેમેન્ટ, કરિયાણું, ફાઈનાન્સિયલ સર્વિસ અને શોપિંગ મુખ્ય ખર્ચ છે. આ દર્શાવે છે કે જેન-ઝી મોજશોખ કરતાં જવાબદારીઓ પ્રત્યે વધુ સભાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેન-ઝીની 70 ટકા સેલેરી બિલ, કરિયાણા અને ફૂડ પાછળ ખર્ચાય છે
  • 5.2 લાખ નોકરીયાત જેન-ઝી પર સ્ટડી બાદ તારણ
  • એક્સપિરિયન્સ માટે જાણીતી પેઢીની આવકનો મોટો હિસ્સો મોજશોખ કરતા જીવનજરૂરિયાત માટે વધુ ખર્ચ થાય છે

નવી દિલ્હી : ભારતમાં નોકરી કરતા જેન-ઝીને એક્પિરિયન્સ, સબસ્ક્રિપ્શન અને લાઈફસ્ટાઈલના પ્રેમી તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ, વાસ્તવિક આંકડા કંઈક અલગ જ તસવીર રજૂ કરે છે. જેન-ઝીની સેલેરીના માસિક ખર્ચમાંથી ૭૦ ટકા રકમ રોજિંદા જીવનના ખર્ચ અને નિયમિત નાણાકીય જવાબદારીઓ પાછળ જાય છે. આ માહિતી એક જાણીતી કંપનીના રિપોર્ટમાં સામે આવી છે. સ્ટડી માટે ૫.૨ લાખથી વધુ જેન-ઝી યુઝર્સના યુપીઆઈ વ્યવહારોને ચેક કરવામાં આવ્યા હતા.
સ્ટડી મુજબ જેન-ઝીના માસિક ખર્ચમાં બિલ પેમેન્ટ અને સબસ્ક્રિપ્શનનો હિસ્સો ૨૦.૧ ટકાથી વધુ છે. ત્યારબાદ, તેઓ કરિયાણા પાછળ ૧૫.૭ ટકા સેલેરી ખર્ચ કરે છે. ફાઈનાન્શિયલ સર્વિસ માટે ૧૨.૨ ટકા, શોપિંગ માટે ૧૧.૯ ટકા અને ફૂડ માટે ૧૧.૫ ટકા ખર્ચે છે. આ પાંચ કેટેગરી મળીને તેમના માસિક ખર્ચનો ૭૦ ટકા હિસ્સો બને છે. જે દર્શાવે છે આ પેઢી જવાબદારીઓ પ્રત્યે સભાન છે.
જેન-ઝીની લાઈફસ્ટાઈલ સાથે ટ્રાવેલ અને એક્સિપિયન્સને જોડવામાં આવતા હોય છે. પરંતુ, સ્ટડીમાં ટ્રાવેલનો હિસ્સો માત્ર ૫ ટકા જોવા મળ્યો છે. તેની સરખામણીમાં નિયમિત ખર્ચાનો હિસ્સો મોટો થઈ જાય છે. આ આંકડા દર્શાવે છે કે, યુવા નોકરીયાત વર્ગ માટે આવકનો મોટો હિસ્સો મોજશોખ કરતા જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચાય છે.