૩ દિવસ પાણી પીને કાઢ્યા : સ્પેનમાં અમને થાક અને ખરાબ વર્તન જ મળ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી, ટેન્જીર : થોડા જ દિવસો પૂર્વે મોરોક્કોથી સ્પેનનાં સ્યૂટા જનારા અનેક શરણાર્થીઓ સ્પેનનાં સ્યુટાથી હવે સ્વદેશ પાછા ફરી રહ્યા છે. આ સપ્તાહે જ તરીને વાડ વચ્ચેથી નીકળીને તેઓ સ્પેનના સ્યુટા વિસ્તારમાં ઘુસ્યા હતા. પરંતુ શનિવારથી તેઓ સ્વદેશ પાછા ફરી રહ્યા છે.રોઇટર્સના રીપોર્ટ મુજબ ઘણા લોકોનું કહેવું હતું કે ભૂખ, થાક અને સ્થાનિક લોકોની ખરાબ વર્તણુંકને લીધે યુરોપ પહોંચી નવું જીવન શરૂ કરવાની તેઓની આશ નિરાશ થઇ હતી. તેમને કેમ સ્યુટામાંથી સ્પેનની મુખ્ય ભૂમિ સુધી પહોંચવાનો પણ કોઈ માર્ગ મળ્યો ન હતો.
મોરોક્કોનાં ફેઝના એક કામદાર ઇબ્રાહીમે કહ્યું અમે સુખી થવા માટે આવ્યા હતા, બેવકૂફ બનવા માટે નહી. તે કામદારે તેની નોકરી પણ છોડી દીધી. હજ્જારો લોકો સ્પેન જતા હતા, તેથી હું પણ તેમની સાથે જોડાયો અને આશા હતી કે હું ત્યાં વધુ સારૂં જીવન જીવી શકીશ. સ્પુટાની સામે રહેલાં ફનિદેકમાં બોર્ડર ક્રોસ કરી. પરંતુ ત્યાં પહોંચતી સડકો બિલકુલ ખાલી હતી. સુપર માર્કેટ અને દુકાનો પણ બંધ હતી. તેથી ખાવા, પીવાની ચીજો જ અપ્રાપ્ય હતી. ગમે ત્યાંથી ખાવા પીવાનું શોધવું પડે તેમ હતું. ભીનાં કપડાં સડકો પર સુકવવા પડે તેમ હતાં. મોરોક્કોના ટેંગર મેડ પોર્ટ પર કામ કરતા કર્મચારીએ કહ્યું ક્યુટા તો એક જેલ જેવું હતું. ત્યાં કશું કરવાનું જ ન હતું. બધું જ બંધ હતું.
ઇબ્રાહીમે વધુમાં કહ્યું, મેં તથા મારી જેવા કેટલાયે ત્રણ દિવસ તો પાણી પીને કાઢ્યા. સ્પેનમાં ખાવા પીવાની ચીજો ઘણી જ મોંઘી છે ત્યાં ટયુના સેન્ડવીચ ૧૦૦ દીરહામ એટલે ૧૦ ડૉલરની એક તેની ઊંચી કિંમત અમે ચૂકવી શકીએ તેમ ન હતા. તેથી પાણી પીને દિવસો કાઢવા પડયા હતા.









