- ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર,પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્
- ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે એટીએફનાં ભાવમાં 27 ટકાનો ઘટાડો : એક કીલોલીટર એટીએફનો ભાવ ઘટીને 1100 ડોલર
- ડોમેસ્ટિક એરલાઇન્સ માટે એટીએફનાં ભાવમાં કોઇ વધારો નહીં
નવી દિલ્હી : હોટેલો અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોનાં કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં ૪૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોેનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૩૦૭૧.૫૦ રૂપિયાથી વધીને ૩૧૧૩.૫૦ રૂપિયા થઇ ગયો છે. કોલકાતામાં ૧૯ કીલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૫૩.૫૦ રૂપિયા વધીને ૩૨૫૫.૫૦ રૂપિયા થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ૧ મેનાં રોજ ૧૯ કીલોનાં કોંર્મશિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.
કોંમર્શિયલ એલપીજીની કીંમતોમાં આ વૃદ્ધિને કારણે હોટેલો, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયો માટે ઇંધણનો ખર્ચ વધી જશે. પાંચ કિલોગ્રામવાળા ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં ૧૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પાંચ કીલોનાં ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૮૨૧.૫૦ રૂપિયા થઇ ગયો છે.
ડોમેસ્ટિક એલપીજી ગ્રાહકોને આ મુલ્ય વૃદ્ધિથી રાહત આપવામાં આવી છે. ૧૪.૨ કીલોનાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કીલોનાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયા પર સ્થિર રાખવામાં આવ્યો છે.
ગયૈા મહિને પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં કુલ ૭.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા પછી આજે તેમના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૧૦૨.૧૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૫.૨૦ રૂપિયા છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)નાં ભાવ સતત બીજા મહિને અપરિવર્તિત રાખવામાં આવ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે વૈશ્વિક ભાવનાં આધારે એટીએફનાં ભાવમાં ૨૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ડોમેસ્ટિક એરલાઇન્સ માટે એક કીલોલીટર એટીએફનો ભાવ ૧,૦૪,૯૨૭.૧૮ રૂપિયાએ સ્થિર રાખવામાં આવ્યો છે. એપ્રિલથી આ ભાવ અમલમાં છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડોમેસ્ટિક એરલાઇન્સ યાત્રી ભાડુ ન વધારે તે માટે આ ભાવ વધારવામાં આવ્યા નથી.
આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે એક કીલોલિટર એટીએફનો ભાવ ૧૫૧૧.૮૬ ડોલરથી ઘટાડી ૧૧૦૦ ડોલર થઇ જશે.આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે સરકારી ઓઇલ કંપનીઓ હાલમાં ડોમેસ્ટિક એરલાઇન્સને જે દરે એટીએફ વેચી રહી છે તેમાં તેને પ્રતિ લિટરે ૩૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે એટલે કે ૧૦૦૦ લીટર પર ૩૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.


