- માસ્ટર માઈન્ડ ક્રિશ શાહના કહેવાથી રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા
- વોટ્સએપ ગુ્રપમાં જોડીને રોકાણ કરવા કહેતા ને બદલામાં મોટી રકમની લાલચ આપતા
- અમદાવાદથી ઇશ્યૂ થયેલા ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત ઃ ૨૪ મોબાઇલ, બનાવટી સ્ટેમ્પ, ચેકબૂક પણ મળી આવ્યા, સોશિયલ મીડિયાથી લોકોને નિશાન બનાવતા હતા
રૂપિયા ૬૧.૭૨ લાખની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ આ આરોપીની ધરપકડને પગલે અનેક રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પણ ખુલાસો થઇ ચુક્યો છે. આ મામલામાં પકડાયેલા આરોપીનું નામ રોનક જગદીશભાઇ ઠક્કર છે. વર્ષ ૨૦૨૪ના એક મામલામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસીએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની સાથે ૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે, પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ માર્કેટ લિ.ના પ્રતિનિધિઓ ગણાવીને મારી સાથે છેતરપિંડી કરાઇ હોવાનો દાવો તેણે કર્યો હતો.
પીડિતને એક વોટ્સેપ ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો, આવુ કરનારા પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ તરીકે ઓળખાવતા હતા, મને વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યો અને બાદમાં મને એક ફેક મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું. જેના બદલામાં શરૂઆતમાં રિટર્નની મોટી લાલચ આપવામાં આવી હતી. પરિણામે તેને રોકાણ કર્યું જે ખરેખર ફેક હતું. બાદમાં તપાસ કરતા તેણે જે એપ્લિકેશનથી રોકાણ કર્યું તે જ ફેક હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ઢગે આ રૂપિયા જુનાગઢ અને શ્રીનગર સ્થિત શેલ કંપનીઓના ખાતામાં મોકલ્યા હતા.
પોલીસે આ મામલે ૧૭ આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ ૮૧ સિમકાર્ડ, ૨૪ મોબાઇલ ફોન, બનાવટી સ્ટેમ્પ, એમએસએમઇ દસ્તાવેજો, ચેકબૂક, સીપીયુ અને અન્ય ડિજિટલ ડિવાઇસનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે જે સિમકાર્ડોનો દુરુપયોગ થયો તેને અમદાવાદથી ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે મુંબઇ, સુરત, અમદાવાદમાં દરોડા પણ પાડયા હતા. પીડિતોને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરાતા હતા. આ સમગ્ર સ્કેમનો કિંગપિન ક્રિશ હસમુખ ભાઇ શાહ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રિશ શાહના કહેવાથી કમિશન પર રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા હતા તેવો આરોપ થયો છે.


