Get The App

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક

ભારત ૨૦૩૦ સુધીમાં સંશોધન ક્ષેત્રનો વિસ્તાર ૧૦ લાખ ચોરસ કિલોમીટર સુધી વધારવાનું પણ લક્ષ્ય ધરાવે છે

હાઇડ્રોકાર્બનનાં ડાયરેક્ટર શ્રીકાંત નાગુલાપલ્લીનું નિવેદન

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક 1 - image

(પીટીઆઇ)     હ્યુસ્ટન, તા. ૨૬

ભારત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરવા અને સંશોધન ક્ષેત્રનો વિસ્તાર ૧૦ લાખ ચોરસ કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્યાંક ધરાવે છે તેમ હાઇડ્રોકાર્બનનાં ડાયરેક્ટર જનરલ શ્રીકાંત નાગુલાપલ્લીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એસ એન્ડ પી ગ્લોબલ ૨૦૨૬ દ્વારા આયોજિત સેરાવીકમાં બોલતા નાગુલાપલ્લીએ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે મુખ્ય નીતિ સુધારાઓ, ડેટા એક્સેસ અને સંશોધન તકોની રૃપરેખા આપી હતી.

ઉદ્યોગ નેતાઓએ ભૂ-રાજકીય જોખમો અને જટિલ ઉર્જા સંક્રમણની ચેતવણી આપી હોવા છતાં ભારતે ૨૪ માર્ચે એક આઉટરીચ ઇવેન્ટમાં ૧૦૦ અબજ ડોલરનો અપસ્ટ્રીમ રોકાણ રોડમેપ રજૂ કર્યો હતો અને પોતાને વૈશ્વિક મૂડી માટે એક મુખ્ય સ્થળ તરીકે સ્થાન આપ્યું હતું.

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડીસી મંજુનાથે જણાવ્યું હતું કે આ પહેલ ઉર્જા ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલનને પ્રતિબિંબ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ઉર્જા સહકારમાં વ્યૂહાત્મક સંકલન વધી રહ્યું છે. અમે એક સ્પર્ધાત્મક, રોકાણકાર-મૈત્રીપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી રહ્યાં છીએ જ્યાં અમેરિકન ટેકનોલોજી અને ભારતીય સંશાધનો એકબીજાને મળતા નથી પણ એકસાથે વિકાસ પામે છે.

નાગુલાપલ્લીએ જણાવ્યું હતું કે ભવિષ્ય વિશે વિચારતા કોઇ પણ રોકાણકાર માટે ભારત રોકાણ કરવા માટે યાગ્ય સ્થળ છે. સુધારેલા જળાશય વ્યવસ્થાપન ,ડીપ વોટર  અને અલ્ટ્રા ડીપ વોટરનાં સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને વાર્ષિક આશરે ૨.૯ કરોડ ટન તેલ અને ૩૬ અબજ ઘન મીટરથી વધુ ગેસના વર્તમાન સ્તરથી ભારતનું ઉત્પાદન વધવું જોઇએ.