Narmada

રાજપીપળા: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
નર્મદા જિલ્લાના રાજપીપળામાં 400 વર્ષ જૂના હરસિદ્ધિ માતાજી મંદિરમાં ચોરી થઈ છે. મોડી રાત્રે અજાણ્યો શખસ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ ચોરી ફરાર થયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ છે, જેથી ભક્તોમાં રોષ છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવે વારંવાર ચોરી થતી હોવાના આક્ષેપો સાથે ભક્તોએ કાયમી સુરક્ષા ગાર્ડ અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજપીપળા: 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલું 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યો શખસ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ ચોરીને ફરાર થઈ જતા ભક્તોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ છે.

CCTVમાં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે અજાણ્યો શખસ મંદિરના વિકાસકાર્ય માટે તોડી પાડવામાં આવેલા મકાનોની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં મૂકેલી દાનપેટીનું તાળું તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર વારદાત મંદિર પરિસરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સુરક્ષા વ્યવસ્થા સામે ભક્તોનો આક્રોશ

સ્થાનિક ભક્તોએ આક્ષેપ કર્યો છે કે મંદિર પરિસરમાં કોઈ ગનમેન કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે અવારનવાર ચોરીના બનાવો બને છે. ભક્તોએ માંગ કરી છે કે મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા ગાર્ડ ગોઠવવામાં આવે અને રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ CCTV ફૂટેજ મેળવી તેના આધારે તસ્કરનું સગડ મેળવી તેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.