Narmada

નર્મદા: માંચ ચોકડી પાસેથી 5 લાખનો દારૂ ઝડપાયો, AAP નેતા કૌશિક વસાવા સામે ગુનો દાખલ

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
નર્મદા LCBએ માંચ ચોકડી નજીકથી 5 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં 'આપ'ના પ્રદેશ સોશિયલ મીડિયા સેલના કૌશિક વસાવા સહિત 2 ફરાર થયા. પોલીસે નરેશ વસાવાને પકડ્યો. રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે, કૌશિક વસાવા અને અશોક વસાવા વોન્ટેડ જાહેર કરાયા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: માંચ ચોકડી પાસેથી 5 લાખનો દારૂ ઝડપાયો, AAP નેતા કૌશિક વસાવા સામે ગુનો દાખલ

Narmada LCB Raid: નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે અવેધ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં આશરે 5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સોશિયલ મીડિયા સેલ સાથે જોડાયેલા કૌશિક વસાવાનું નામ આરોપી તરીકે સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

માંચ ચોકડી નજીકથી 1 આરોપી પકડાયો, 2 ભાગવામાં સફળ

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે માંચ ચોકડી નજીક વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી નરેશ વસાવા નામના શખસની અટકાયત કરી હતી. જ્યારે આપ નેતા કૌશિક વસાવા અને અશોક વસાવા સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે સ્થળ પરથી 5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર કૌશિક વસાવા અને અશોક વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.