Narmada

ગુજરાત ભાજપમાં ફેરફાર, બે મોટા નેતાના ધરણા બાદ નર્મદા જિલ્લાના પ્રમુખ બદલાયા, જાણો ભરૂચ-ડાંગમાં કોને જવાબદારી

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપની હાર અને આંતરિક વિખવાદ બાદ પ્રદેશ મોરચાએ આ કડક નિર્ણય લીધો છે. પૂર્વ મંત્રી અને 2012માં નાંદોદના ધારાસભ્ય રહી ચૂકેલા તડવીને સંગઠનમાં મજબૂત કરવાનો પડકાર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ભાજપમાં ફેરફાર, બે મોટા નેતાના ધરણા બાદ નર્મદા જિલ્લાના પ્રમુખ બદલાયા, જાણો ભરૂચ-ડાંગમાં કોને જવાબદારી

Narmada New BJP President : નર્મદા જિલ્લા ભાજપના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. પક્ષ દ્વારા આ મોટો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તાજેતરની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભરૂચમાં પરેશ કાંતિ લાડ અને ડાંગ જિલ્લામાં સુરેશ મોતીરામ ચૌધરીને ભાજપના નવા જિલ્લા પ્રમુખ બનાવાયા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક એકમોની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ 22માંથી 15 બેઠકો પર કબજો જમાવી લીધો હતો. જ્યારે ભાજપ સાત જ બેઠકમાં સમેટાઈ ગયો હતો. કોંગ્રેસનું તો ખાતુ જ નહોતું ખુલ્યું.

image.png

આ અગાઉ, પૂર્વ પ્રમુખ નિલ રાવની કાર્યશૈલી અને પક્ષની સ્થિતિ સામે નારાજગી વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ દ્વારા ખુલ્લેઆમ નારાજગી દર્શાવવામાં આવી હતી અને ધરણા (વિરોધ) કરવામાં આવ્યા હતા. આંતરિક વિખવાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થયેલી હારના પગલે પ્રદેશ મોરચા દ્વારા આ કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું છે.

નવા પ્રમુખ બનેલા શબ્દશરણ તડવીનો રાજકીય અનુભવ લાંબો અને પ્રભાવશાળી રહ્યો છે. તેઓ વર્ષ 2012માં નાંદોદ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં તેમને રાજ્ય સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું અને તેઓ વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી તરીકે સેવારત રહ્યા હતા. જોકે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પરાજય બાદ પણ સંગઠનમાં તેમની સક્રિયતા જળવાઈ રહી હતી અને તેમને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે જિલ્લા સંગઠનની કમાન તેમના હાથમાં સોંપવામાં આવતા, આગામી સમયમાં પક્ષને મજબૂત કરવા અને નારાજ નેતાઓ તથા કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધવાની મોટી જવાબદારી તેમના પર રહેશે.

ભાજપ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચા સહિત વિવિધ વિભાગોના નવા પદાધિકારીઓના નામ પણ જાહેર

image.png
image.png