Get The App

નાગપુરમાં સહાધ્યાયી દ્વારા મહિલા પર બળાત્કાર, ધર્માંતરણ વિધિ કરાવી

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
નાગપુરમાં સહાધ્યાયી દ્વારા મહિલા પર બળાત્કાર, ધર્માંતરણ વિધિ કરાવી 1 - image

નશીલી દવા આપી હોટલમાં બળાત્કાર ગુજારી વીડિયો ઉતાર્યો

સુમસામ જગ્યાએ લઈ જઈ શરીર પર પાણી છાંટી હિપ્નોટાઈઝ કરી કબૂલ હૈ કબૂલ હૈ કહેવા મજબૂર કરી

મુંબઈ  -   નાગપુર ધર્મ પરિવર્તનના પ્રયાસનો કેસ પ્રકાશમાં આવ્યો છે.  સહાધ્યાયીએ એક પરિણીત મહિલાને  ઘેનની  દવા આપ્યા  બળાત્કાર ગુજારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ ંહતું. સોનેગાંવ પોલીસે   આ કેસમાં  પરિણીત મહિલાના સહાધ્યાયી સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે એક ફરાર છે.

   ઝડપાયેલા  આરોપીઓના નામ અય્યાઝ તાજ મદારે (૨૬) અને આમીન શેખ (૩૦)  છે. ફરાર આરોપી  હઝરત મૌલાનાને પોલીસ  શોધી રહી છે.

   પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ૨૪ વર્ષીય પરિણીત મહિલાનો પતિ એરફોર્સમાં નોકરી કરે છે અને વિદેશમાં  પોસ્ટેડ છે. પરિણીત મહિલા પ્રોપર્ટી ડીલિંગનું  કામ કરે છે. અય્યાઝ પરિણીત મહિલાનો  સાધ્યાયી હતો.  તેણે ફેબુ્રઆરી ૨૦૨૫માં પ્લોટ ખરીદવા માટે  ફરિયાદીનો  કર્યો હતો. તે પ્લોટ વિશે ચર્ચા કરવાના બહાને મહિલાને હોટેલમાં લઈ ગયો હતો. રુમમાં તણે મહિલાને નશીલી દવા ધરાવતું જ્યુસ આપ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે આ દરમિયાન વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. બાદમાં તેણે  વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને  વારંવાર શારીરિક શોષણ કર્યું હતું.

આ દરમિયાન  તેણે બળજબરીથી બોટલમાંથી કોઈ પદાર્થ ભેળવેલું પાણી પીવડાવ્યું હતું . મુસ્લિમ ધર્મના શ્લોકો વાંચ્યા પછી  તે પાણીમાં ફૂંક મારતો હતો. મહિલા પર સતત ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરતો હતો.

    ૩૧ મેના રોજ તેણે ફરવા જવાના બહાને પરિણીત મહિલાને બળજબરીથી કારમાં બેસાડી હતી. તેને કળમેશ્વર લઈ ગયો હતો. અહીં તેણે  મહિલાનો  આમીન અને હઝરત  સાથે પરિચય કરાવ્યો હતો. આ ત્રિપુટી તેને એક અંધારાવાળી જગ્યાએ લઈ ગયા હતા.  હઝરતએ હિન્દી અને ઉર્દૂમાં  કોઈ પંક્તિઓ બોલ્યા હતા.તેણે તેના શરીર પર કંઈક છાંટયું અને તેને હિપ્નોટાઇઝ કરી હતી. પછી તેણે તેને કબુલ હૈં, કબુલ હૈં કહેવા માટે મજબૂર કરી હતી.  હઝરતએ તેને કહ્યું કે તેણે ધર્મ પરિવર્તન કર્યું છે.પછી  અય્યાઝે  બળાત્કાર ગુજાર્યો   હતો અને તેને ઘરે કારમાં છોડી દીધી હતી.

    પરિણીત મહિલાએ તેના પતિને ફરિયાદ કરી હતી કે અય્યાઝ સતત તેનું શારીરિક શોષણ કરે છે. જેના કારણે તે તણાવમાં રહેવા લાગી હતી. હાલમાં તેનો પતિ ઘરે આવ્યો હતો. તેણે તેના પતિને વિશ્વાસમાં લઈને ઘટના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ તે તેના પતિ સાથે સોનેગાંવ પોલીસ સ્ટેશન ગઈ અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને મેલીવિદ્યાના આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ અય્યાઝ અને અમીનની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીની શોધ કરી રહી છે.