Mumbai

ત્રણ કિશોર સેલ્ફી લેવા જતાં ખાણમાં ડૂબી ગયા

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
જળગાવના અમલનેર નજીક પાણી ભરેલી ખાણમાં મંગળવારે સાંજે 3 કિશોરો ડૂબી ગયા. સેલ્ફી લેતી વખતે 14 વર્ષીય માનવ લપસ્યો, તેને બચાવવા ગયેલા કાર્તિક (14) અને દિનેશ (17) પણ પટકાયા. ત્રણેય 30 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થયા. સ્થાનિક રહીશે તેમને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં ત્રણેયના મોત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ કિશોર સેલ્ફી લેવા જતાં ખાણમાં ડૂબી ગયા

 ખાણમાં સમી સાંજે દુર્ઘટના  અમલનેરમાં 

એક કિશોર લપસ્યો, બાકીના બે તેનો હાથ પકડવા જતાં પટકાઈ ગયા

મુંબઈ -  જળગાવ જિલ્લાના અમલનેર શહેર નજીક મંગળવારે સાંજે પાણીથી ભરેલી ખાણમાં ત્રણ કિશોરો ડૂબી ગયા હતા, જેમાંથી એક સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ચોપડા રોડ પર ફ્લાયઓવરની બાજુમાં આવેલી એક ઊંડી ખાણમાં સાંજે ૪.૪૫ વાગ્યે બની હતી.

મૃતકોની ઓળખ માનવ બંટી રત્નાણી (૧૪), કાતક વિક્કી ઉધવાણી (૧૪) અને દિનેશ વિજય પંજવાણી (૧૭) તરીકે થઈ છે, જે બધા અમલનેરની સિંધી કોલોનીના રહેવાસી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મંગળવારે બપોરે ત્રણેય છોકરાઓ ખાણમાં ગયા હતા અને છીછરા પાણીમાં ચાલતા ચાલતા ઊંચા પટ્ટા પર પહોંચ્યા હતા. સેલ્ફી લેતી વખતે, એક છોકરાએ કથિત રીતે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ઊંડા પાણીમાં પડી ગયો.આ સમયે બીજા છોકરાએ તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ તે પણ લપસી પડયો. પછી તેણે ત્રીજા છોકરાનો હાથ પકડી લીધો. જોકે, ત્રણેય લગભગ ૩૦ ફૂટ પાણીમાં પડી ગયા, એમ પોલીસે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, દીપક મોરે નામના એક સ્થાનિક રહેવાસીએ ખાણમાં પ્રવેશ  જઈ ત્રણેયને બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા.