Mumbai

તાપસી પન્નુ ગાંધારીમાં આંખે પાટા બાંધી એક્શન દૃશ્યો કરશે

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુ મહાભારતનાં ગાંધારી પાત્રથી પ્રેરિત તેની આગામી એક્શન થ્રિલર 'ગાંધારી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તાપસી આંખે પાટા બાંધીને એક્શન સિક્વન્સ કરશે, જે એક આધુનિક માતાની વેરવૃત્તિ દર્શાવશે. નિર્માત્રી કનિકા ધિલ્લોન અને તાપસીની આ 6ઠ્ઠી ફિલ્મ છે. ફ્લોપ છતાં તાપસી મજબૂત ભૂમિકાઓ દ્વારા કારકિર્દીને પાટે લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપસી પન્નુ ગાંધારીમાં  આંખે પાટા બાંધી એક્શન દૃશ્યો કરશે

મહાભારતનાં ગાંધારીનાં  પાત્ર પરથી પ્રેરિત  ફિલ્મ

એક્ટિંગની પ્રશંસા છતાં લગાતાર ફલોપ ગયેલી તાપસી નવા પ્રયોગો કરી રહી છે                                   

મુંબઈ -  તાપસી પન્નુ તેની આગામી એક્શન થ્રીલર 'ગાંધારી'માં આંખે પાટા બાંધીને એકશન સિકવન્સ કરશે. મૂળ મહાભારતના પાત્ર ગાંધારી પરથી પ્રેરિત આ ફિલ્મમાં આધુનિક માતાની વેરપિપાસા તાપસી પન્નુના પાત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવશે.

નિર્માત્રી કનિકા ધિલ્લોન અને એક્ટ્રેસ તાપસી પન્નુની જોડીની આ છઠ્ઠી ફિલ્મ છે. તાપસીએ જણાવ્યું હતું કે મેં નવ વર્ષ અગાઉ છેલ્લી એક્શન ફિલ્મ કરી હતી. હું  હવે જાસૂસની ભૂમિકા બાદ વધારે મજબૂત ભૂમિકાની શોધમાં હતી.

તાપસી મજબૂત ભૂમિકાઓ શોધી પોતાની કેરિયરને પાટે ચઢાવવાની કોશીશ કરતી રહે છે. જોકે, તાપસીની સમસ્યા એ છે કે મોટાભાગની ફિલ્મોમાં તેની એક્ટિંગ વખણાય છે પરંતુ તેનેે ટિકિટબારી પર ધારી સફળતા મળતી નથી. આથી તેના પર એક ફલોપ એકટ્રેસનું લેબલ લાગી ગયું છે. જોકે, આમ છતાં તાપસી પ્રયોગાત્મક ફિલ્મો કરવાનું ચાલુ રાખી રહી છે.

કનિકા ધિલ્લોને જણાવ્યું  હતું કે માતાના પ્રેમ અને તેની હિંસકતાની વાત આ થ્રીલરમાં રજૂ કરવામાં આવશે. વાઘણના બચ્ચાને છેડવાની ભૂલ ન કરવી કેમ કે વાઘણ પછી તમારો કોળિયો કરી જાય છે. તાપસી અને હું એક્શન થ્રીલર ફિલ્મ  પહેલીવાર સાથે કરી રહ્યા છીએ.