પાઈલોટ બનવાની વાત કરી ત્યારે સ્મિતનાં માતા ડરી ગયાં હતાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક એવિએશન સેમિનાર ટર્નિંગ પોઈન્ટ બન્યો
મુંબઈ - સ્મિત મચ્છરે ઘાટકોપરની એમ ડી ભાટિયા સ્કૂલમાં અભ્યાસ બાદ પરિવાર ટેક્સ્ટાઈલ બિઝનેસમાં હોવાથી ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો. જોકે, એક એવિએશન સેમિનારમાં હાજરી આપ્યા બાદ તમેણે પાઈલોટ બનવાનું નક્કી કર્યું હતું.
જ્યારે સ્મિતે પાઇલટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમની માતા પુત્રની સુરક્ષાને લઈને ખૂબ ચિંતિત અને ભયભીત થઈ ગયા હતા. જોકે, તેમના પિતાએ વાસ્તવિકતા અને પુત્રના સંકલ્પને સમજીને શાંતિથી સ્વીકાર કર્યો હતો. પાઇલટ બનવા માટે સ્મિત મચ્છર ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વિદેશ જતાં પહેલાં તેઓ ક્યારેય ભારત બહાર ગયા નહોતા અને મુસાફર તરીકે પણ માત્ર એકાદ-બે વાર જ ફ્લાઇટમાં બેઠા હતા. ન્યુઝીલેન્ડ ખાતે તેમણે તમામ મુશ્કેલ ટેકનિકલ તાલીમો, ફેમિલીયરાઈઝેશન ફ્લાઈટ્સ અને નિર્ધારિત ઉડાનના કલાકો સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમશયલ પાઇલટ લાયસન્સ (સીપીએલ) હાંસલ કર્યું હતું.
તાલીમ પૂર્ણ કરી ભારત પરત ફર્યા બાદ તેમની પ્રથમ કમશયલ ટ્રેનિંગ ફ્લાઇટ બેંગ્લોરથી દિલ્હી વચ્ચે બોઇંગ એરક્રાફ્ટ પર રહી હતી. સિનિયર એક્ઝામિનર્સના માર્ગદર્શન હેઠળ તેમણે પોતાની કુશળતા વધુ મજબૂત બનાવી. તેઓ ૧૧ વર્ષથી વધુ સમય સુધી ભારતીય એરલાઇન સ્પાઈસજેટમાં સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ જૂન ૨૦૨૨માં તેઓ ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય એરલાઇન 'ફ્લાયદુબઈ'માં જોડાયા હતા.
સ્મિતનાં માતાપિતા સાઉદી પહોંચ્યાં, જોકે, તત્કાળ મુલાકાત નહીં
સ્મિતનો પિતરાઈ પણ ફલાયદુબઈમાં પાઈલોટ
પરિવારનો વારસો જાળવવા ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગ કર્યું પણ પછી પાઈલોટ બન્યો
સ્મિતનાં માતાપિતા ગઈકાલે રાતે મુંબઈથી રવાના થયા બાદ સાઉદી પહોંચી ગયાં છે. જોકે, તેમની સ્મિત સાથે તત્કાળ મુલાકાત થઈ શકી ન હતી.
સ્મિતના કાકા કિશોરભાઈ મચ્છરે 'ગુજરાત સમાચાર'ને વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને મારા ભાઈ બને ટેક્સ્ટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સ્મિતે પરિવારનો વારસો જાળવવા ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગ કર્યું હતું. પરંતુ તેણે બાદમાં પાઈલોટ બનવાનું નક્કી કર્યું હતું અને ન્યુઝિલેન્ડથી એવિએશનનો કોર્સ કર્યો હતો. કિશોરભાઈનો દીકરો અને સ્મિતનો પિતરાઈ ભાઈ ભાવિક પણ ફલાય દુબઈમાં જ પાઈલોટ તરીકે ફરજ બજાવે છે.
ે




