સિયા અને ચેતને કેતનને ધક્કો મારવાની પુણેમાં પ્રેક્ટિસ કરી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિયા અને ચેતનના પોલીગ્રાફ ટેસ્ટ માટે અરજી
ે સિયાના ઘર પાસે એક મેદાનમાં કેતનને ધક્કો મારવાનું રિહર્સલ ગત મે માં કરાયું હતું તે સ્પોટ પર પોલીસ સિયાને લઈને પહોંચી
મુંબઈ - પુણેમાં બાંધકામ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા કેસમાં તપાસના ભાગ રૃપે પોલીસ કર્મચારીઓ ગુરુવારે સવારે આરોપી સિયા ગોયલને પુણેના લુલ્લાનગર વિસ્તારમાં લઈ ગયા હતા. તપાસ એજન્સીઓ પાસે માહિતી છે કે સિયા અને ચેતન ચૌધરી આ જગ્યાએ કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી દેવાની પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે આરોપી સિયાને તે જ જગ્યાએ લઈ જઈને ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પુણે પોલીસે ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પોલીગ્રાફ ટેસ્ટ જેને લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવાય છે. તે ઘટના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવામાં આવે ત્યારે બ્લડ પ્રેશર, નાડી, શ્વસન અને પરસેવા જેવી શારીરિક પ્રતિક્રિયાઓ માપે છે.
આ પ્રેક્ટિસ સ્પોટ પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં સિયાના ઘર લીલા કુંજથી થોડે દૂર હતું. પોલીસના જણાવ્યા અનુસાર કેતનને મારવાનું આખું કાવતરું પુણેના લુલ્લા નગર (સેક્ટર-૩૭ ) વિસ્તારમાં ઘડવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે સિયા અને ચેતને ખરેખર લુલ્લા નગરમાં એક ક્લબ પાસે ખુલ્લી જગ્યામાં કેતનને લોહગઢ કિલ્લા પરથી કેવી રીતે ધક્કો મારવો તેની પ્રેક્ટિસ કરી હતી.પોલીસ સિયાને તે જગ્યાએ લઈ ગઈ હતી અધિકારીએ માહિતી આપી કે કથિત રિહર્સલ મે મહિનામાં થયું હતું અને ચોક્કસ તારીખ અને અન્ય વિગતો જાણવા માટે તપાસ ચાલુ છે.
અમે નોંધપાત્ર પ્રમાણમાં ટેકનિકલ અને ડિજિટલ ડેટા પણ એકત્રિત કર્યો છે. જેનું હાલમાં વિશ્લેષણ અને ક્રોસ-વેરિફાઇ કરવામાં આવી રહ્યું છે.
સિયા અને ચેતનના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ પ્રત્યક્ષદર્શી સામે આવ્યો નથી. આથી કેતનને કોણે ખીણમાં ધકેલી દીધો તે સ્પષ્ટ નથી. કેતનને કોણે ધકેલી દીધો તે અંગેના પુરાવા હજુ સુધી મળ્યા નથી. પોલીગ્રાફ ટેસ્ટ માટે કેટલાક મહત્વપૂર્ણ પુરાવા અને સંકેતોનો ઉપયોગ કરી શકાય છે એવો પોલીસે કોર્ટને પોલીગ્રાફ ટેસ્ટ માટે આપેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
સિયા-ચેતન સિવાય અન્ય અન્યની સંડોવણીની પણ તપાસ
કેતન અગ્રવાલની હત્યા કરવાના સિયા અને ચેતનના કાવતરામાં બીજું કોઈ સામેલ હોવાની લોનાવલા પોલીસને શંકા છે. પોલીસ કસ્ટડીમાં સિયા અને ચેતનની આ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે.
પોલીસની શંકાની સોઈ કોના પર છે? અને તે વ્યક્તિ ખરેખર કોણ છે? આ પ્રશ્ન ઉભો થયો છે. દરમિયાન સિયાના ભાઈ સાહિલ, પિતા પ્રવીણ અને માતા પૂજા સહિત સમગ્ર ગોયલ પરિવારની સઘન પૂછપરછ કરવામાં આવી છે. સિયા અને કેતનના લગ્ન ગોઠવવામાં મધ્યસ્થી કરનાર મિત્તલ દંપતીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસને કેબ ડ્રાઇવર પાસેથી પણ ઘણી બાબત જાણવા મળી છે. કેતન અને સિયા પ્રી-વેડિંગ શૂટિંગ માટે બાલી જઈ રહ્યા હતા. ત્યારે કેબ ડ્રાઇવરે તેમને મુંબઈ એરપોર્ટ પર છોડયા હતા.
પરંતુ શું સિયા અને ચેતનના કાવતરામાં બીજું કોઈ સામેલ છે? પોલીસે હજુ સુધી આ અંગે સ્પષ્ટતા કરી નથી.









