Mumbai

લાંબા સમયથી ગેરહાજર ૧૦૦ વધુ બીએમસી ડોક્ટરોને શો કોઝ નોટિસ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં KEM, સાયન, નાયર, કૂપર અને નાયર ડેન્ટલ જેવી 5 મોટી મ્યુનિસિપલ હોસ્પિટલોના 100 ડોકટરો લાંબા સમયથી ગેરહાજર રહેતા BMCએ તેમને શો-કોઝ નોટિસ ફટકારી છે. પરેલની KEM હોસ્પિટલના 36, સાયનના 30, નાયરના 24, કૂપરના 9 અને નાયર ડેન્ટલના 1 ડોક્ટરનો સમાવેશ થાય છે. દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા ડીન દ્વારા ડોકટરોની હાજરી પર નજર રાખવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાંબા  સમયથી ગેરહાજર ૧૦૦ વધુ બીએમસી ડોક્ટરોને શો કોઝ નોટિસ

તબીબોને મજા, દરદીઓને સજા

કે.ઇ.એમ., સાયન, નાયર, કૂપર અને નાયર ડેન્ટલ ના તબીબો આવતા જ નથી

મુંબઇ  -  મુંબઇની પાંચ મોટી મ્યુનિસિપલ હોસ્પિટલના ૧૦૦ ડોકટરો લાંબા સમયથી ફરજ ઉફર ગેરહાજર હોવાથી બીએમસી સત્તાવાળાએ તેમને શો-કોઝ નોટિસ આપી છે.

મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પરેલની કે.એ.એમ હોસ્પિટલના ૩૬ ડોકટર, સાયન હોસ્પિટલના ૩૦ ડૉકટર, મુંબઇ સેન્ટ્રલની નાયર હોસ્પિટલના ૨૪ ડોકટર તેમજ વિલેપાર્લેની કૂપર હોસ્પિટલના ૯ ડોકટર અને નાયર ડેન્ટલ હોસ્પિટલના એક ડેન્ટીસ્ટ એમ  ૧૦૦ ડોકટરોને કારણદર્શક નાટિસ આપવામાં આવી છે.

મુંબઇની મોટી હોસ્પિટલોના તબીબોને આ નોટિસો આપવામાં આવી તેને પગલે હોસ્પિટલના ડીન દ્વારા ડોકટરોની હાજરી  પર સતત નજર રાખવાનું શરૃ કરવામાં આવ્યું છે એટલું જ નહીં બીએમસી દ્વારા એવી પણ તાકી કરવામાં આવી છે કે ડૉકટર માત્ર હાજરી પૂરાવે એ પૂરતું નથી, ડૉકટરો દરદીઓની સારવારની ફરજ બજાવવામાં વ્યસ્ત રહેવા જોઇએ.

બીએમસીના મેડિકલ એજ્યુકેશન ઓફિસરે જણાવ્યું હતું કે અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખશું કે ડોકટરો હોસ્પિટલમાં હાજરી આપે એ પૂરતું નથી, પણ ફરજના કલાકો દમ્યાન ખોટો ટાઇમ બગાડવાને બદલે તેમને સોંપાયેલી કામગીરી  બજાવતા હોવા જોઇએ. મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દરદીઓનો પ્રવાહ સતત ચાલું જ હોય છે. મોટે ભાગે ગરીબ અને સાધારણ સ્થિતિના પરિવારોમાંથી આવતા પેશન્ટોને સારી અને સમયસરની સારવાર મળી રહે એ જરૃરી છે. એટલે ડોકટરો નવરા બેઠા ન રહે કે ટાઇમ પાસ ન કરે માટે તેમની ઉપર નજર રાખવામાં આવશે એટલું જ નહીં તેમની ફળદાયક કામગીરીનું આકલન પણ કરવામાં આવશે.