કરીનાએ ચેટ શોમાં મીરાને બોલાવતાં શાહિદના ચાહકોને સુખદ આશ્ચય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શાહિદની પત્ની અને એક્સ પહેલીવાર સાથે આવ્યાંર્
કરીનાએ તેના ચેટ શો વોટ વીમેન વોન્ટ્સની ઇન્સ્ટા સ્ટોરીમાં મીરા રાજપૂત સાથેની તસવીરો રજૂ કરી
મુંબઇ - શાહિદ કપૂરની એક સમયની પ્રેમિકા કરીના કપૂર ખાને તેના ચેટ શો 'વોટ વીમેન વોન્ટ'ના એક એપિસોડમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતને બોલાવી તેની સાથે ગપસપ કરી તેની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી. આ તસવીરો જોઇ ચાહકોએ જણાવ્યું હતું કે ઓહ , આની તો કલ્પના પણ કરી નહોતી. ચાહકોને શાહિદ કપૂરની એક સમયની પ્રેમિકા કરીના અને હાલની પત્ની મીરા વચ્ચે શું વાતચીત થઇ હશે તે જાણવાની ઇન્તેઝારી છે.
શાહિદ અને કરીના વર્ષો સુધી રિલેશનશિપમાં હતાં અને તેઓ લગભગ લગ્ન કરી જ લેશે તેમ મનાતું હતું. ઈમ્તીયાઝ અલીની ૨૦૦૭માં આવેલી 'જબ વી મેટ'માં ચાહકોએ બંનેની જોડીનેે પસંદ કરી હતી. કહેવાય છે કે 'જબ વી મેટ'નો મૂળ આઇડિયા જ બોબી દેઓલનો હતો અને તેણે આ સ્ટોરી માટે ડાયરેક્ટર તથા પ્રોડયુસરને એકઠા કર્યા હતા પરંતુ શાહિદ અને કરીના વચ્ચે ત્યારે રોમાન્સ ચાલતો હોવાથી ફિલ્મમાં છેલ્લી ઘડીએ બંનેની જોડી ગોઠવાઈ ગઈ હતી. પરંતુ વાસ્તવમાં આ ફિલ્મનાં શૂટિંગ વખતે જ તેમનું બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે.
કરીનાએ ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધાં અને તેમને હાલ બે પુત્ર તૈમુર અને જેહ છે. જ્યારે શાહિદે ૨૦૧૫માં દિલ્હીની મીરા રાજપૂત સાથે એરેન્જ મેરેજ કરી લીધાં અને તેમને પણ બે સંતાનો પુત્રી મીશા અને પુત્ર જૈન છે.




