શાહરુખ, અજય દેવગણ, ટાઈગરે એફડીએ નોટિસનો જવાબ આપી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાનમસાલાની પરોક્ષ જાહેરાત કરવા બદલ નોટિસ અપાઈ હતી
દિલ્હી હાઈકોર્ટમાં રાહત મળી ન હતી ઃ બે અભિનેતાએ માગ્યા પ્રમાણે રુબરુ સુનાવણી પણ થઈ ગઈ, હવે એફડીએના નિર્ણય પર નજર
મુંબઇ - મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ વિમલ ઇલાઇચીની આડમાં તમાકુ ધરાવતા પાનમસાલાની પરોક્ષ જાહેરાત અંગે આપેલી નોટિસનો શાહરૃખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફે જવાબ આપી દીધો છે. બે સ્ટારએ વ્યક્તિગત સુનાવણીની વિનંતી કરી હતી જે ૨૮મી સપ્ટેમ્બરે થઇ ગઇ હતી અને એફડીએ હવે આગળની કાર્યવાહી કરશે. તેવું એફડીએ કમિશનર તુકારામ મુંડેએ કહ્યું હતું.
વિમલ ઇલાયચીની જાહેરાત વિમલ પાન મસાલાની આડકતરી જાહેરાત છે અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ એક્ટની જોગવાઇઓ હેઠળ ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં સમાવેશ થાય છે તેવો આક્ષેપ એફડીએએ વર્ષ ૨૦૨૬ની ૧૧મી ઓગસ્ટે શોકોઝ નોટિસમાં કર્યો હતો. આ નોટિસો રદ કરવા બ્રાન્ડ વતી દિલ્હી હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી હતી અને ૧૪મી સપ્ટેમ્બરે કાર્યક્ષેત્રના કારણથી પીટિશન ફગાવી દેવામાં આવી હતી. જાહેરાત અંગેના આક્ષેપોના ગુણદોષ પર દિલ્હી હાઇકોર્ટે કોઇ નિર્ણય કર્યો ન હતો. મહારાષ્ટ્ર એફડીએના પગલાંને પડકારવાનો યોગ્ય કોર્ટ ર્ મહારાષ્ટ્રમાં છે તેવું દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં પાનમસાલા પર પ્રતિબંધ છે અને ઇલાયચીની જાહેરાત કરી વિમલ બ્રાન્ડનો પ્રચાર થઇ રહ્યો છે. તેની એફડીએ એતપાસ શરૃ કરી હતી.
વિમલ બ્રાન્ડનો પ્રચાર કરવા જાહેરાત ચાલે છે તેવું 'પ્રથમ દર્શી પ્રતીત' થાય છે તેવું એફડીએની નોટિસમાં કહેવામાં આવ્યું હતું. બ્રાન્ડ એન્ડોર્સસ (બ્રાન્ડ સમર્થકો) તરીકે તેમની ભૂમિકા સમજાવવાનું કલાકારોને કહેવામાં આવ્યું હતું.ત ેમની સામે કાયદાકીય પગલા કેમ ન ભરવા તેવું શોકોઝ નોટિસમાં પૂછાયું હતું. ૧૫ દિવસમાં નોટિસનો લેખિત જવાબ આપવા તેમને સમય અપાયો હતો. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ એક્ટના સેકશન ૨૪ હેઠળ તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. ખાદ્યાનની સંબંધી ગેરમાર્ગે દોરતી અને ભ્રામક જાહેરાતોનો સેકશન ૨૪માં સમાવેશ થાય છે. આવી જાહેરાત પ્રકાશિત થવામાં એક પક્ષકાર બનનારાને રૃા.૧૦ લાખ સુધીની પેનાલ્ટી થઇ શકે છે તેવી જોગવાઇ એક્ટના સેકશન ૫૩માં છે.




