સંજય દત્તની નાઈટક્લબમાં લાયસન્સ વિના ગીતો વગાડવા પર પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લાયસન્સ રિન્યૂ કરાવ્યા વિના ઉપયોગ ચાલુ
કોપીરાઈટધારકની અરજીને પગલે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આદેશ
મુંબઈ - સંજય દત્તની માલિકી ધરાવતી પુણેની લક્ઝરી નાઈટ ક્લબ બોલરમાં લાયસન્સ વિના કોપીરાઈટ સંગીત વગાડવા પર બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ (પીપીએલ) ઇન્ડિયાની અરજી સંદર્ભમાં હાઈકોર્ટે ે નાઈટક્લબના માલિકોને જરૃરી નોન-એક્સક્લુઝિવ પબ્લિક પર્ફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા વિના પીપીએલના ભંડારમાંથી જાહેરમાં પ્રદર્શન કરવા અથવા સાઉન્ડ રેકોડગ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
કલબમાં 'બદતમીઝ દિલ', 'મૌજા હી મૌજાદ, 'દર્દ-એ-ડિસ્કો', 'ઓ સાકી સાકી', 'દસ બહાને', જસ્ટિન બીબરનું 'વોટ ડુ યુ મીન' અને દુઆ લિપાનું 'લેવિટેટિંગ' સહિતનાં ગીતો લાયસન્સ વિના વગાડાઈ રહ્યાં હતાં.
હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી કે આ ક્લબ દ્વાર અગાઉ લાયસન્સ મેળવાયું હતું પરંતુ તેની મુદ્દત સમાપ્ત થઈ ગયા બાદ તે રિન્યૂ કરાયું ન હતું.









