Mumbai

સાહિલ વાકોડેના પિતાને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નકારાઈ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
IIT-બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા મામલે તેના પિતા રવિન્દ્ર વાકોડે હવે IIT-બોમ્બેના પવઈ કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આઝાદ મેદાનમાં મંજૂરી ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ પણ વહીવટીતંત્રની જવાબદારી નક્કી કરવા ભૂખ હડતાળ પર ઉતર્યા છે. 18 સપ્ટેમ્બરે પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા બાદ સાહિલે આત્મહત્યા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સાહિલ વાકોડેના પિતાને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નકારાઈ

પરીક્ષામાં કોપી કરતા પકડાયા બાદ આત્મહત્યાનો કેસ

હવે આઈઆઈટી - બોમ્બે તરફ કૂચ આગળ વધારશે ઃવહીવટી તંત્રને જવાબદાર ઠેરવવા વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

મુંબઈ -  આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ તેના પિતા રવિન્દ્ર વાકોડેને આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી તેઓ હવે આઈઆઈટી બોમ્બેના પવઈ કેમ્પસની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોવાનું તેમના વકીલે શનિવારે જણાવ્યું હતું. આ દરમિયાન સાહિલના મૃત્યુને લઈને આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સંસ્થાના વહીવટીતંત્રની જવાબદારી નક્કી કરવાની માગ સાથે વિદ્યાર્થીઓના એક જૂથે શુક્રવારથી ભૂખ હડતાળ શરૃ કરી છે.

પરિવારના વકીલના જણાવ્યાનુસાર, પોલીસે રવિન્દ્ર વાકોડેને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી. તેથી તેઓ હવે આઈઆઈટી બોમ્બે જવાની યોજના બનાવી રહ્યા હતા. વાકોડે દંપતીએ ગયા સપ્તાહે પોતાના દિવંગત પુત્ર માટે 'ન્યાય'ની માગ સાથે ભૂખ હડતાળ શરૃ કરી હતી અને પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા તથા આઈઆઈટી-બોમ્બેના ડિરેક્ટર શિરીષ કેદારેની ધરપકડની માગ કરી હતી.

૨૨ વર્ષીય સાહિલ વાકોડે બીટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ૧૮ સપ્ટેમ્બરે મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં કથિત રીતે ઝડપાયા બાદ થોડા કલાકોમાં તે હોસ્ટેલના રૃમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના માતા-પિતાએ સંસ્થામાં તેની સાથે જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

રવિન્દ્ર વાકોડેની ફરિયાદ બાદ પવઈ પોલીસે પ્રોફેસર દુલ્લા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપ હેઠળ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી