માનસિક અક્ષમ આરોપી સામે કેસ ચાલુ રાખવા અંગે ફેરવિચાર કરોઃ હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેશન્સ જજને બે મહિનામાં નિર્ણય લેવા નિર્દેશ
આરોપી માનસિક અક્ષમ હોવાના તબીબી પુરાવા છતાં પણ નીચલી કોર્ટે મુક્તિ નકારતાં હાઈકોર્ટનો નિર્દેશ
મુંબઈ - પોક્સો કેસમાં આરોપી માનસિક રીતે ફોજદારી કેસનો સામનો કરવા માટે સક્ષમ નહિ હોવાનું દર્શાવતા તબીબી પુરાવા છતાં પણ ૧૯ વર્ષીય આરોપીને છોડી મૂકવાનો ઇનકાર કરતા સેશન્સ કોર્ટના આદેશને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે રદ કર્યો હતો.
ન્યાયાધીશ મેહરોઝ કે પઠાણે આ મામલો ફરીથી વિચારણા માટે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટમાં પાછો મોકલ્યો હતો. આરોપી સામે પર ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ, ૨૦૧૨ (પોક્સો એક્ટ) હેઠળ ગુનાની નોંધ હતી.
તેના વકીલોએ તેને કેસમાંથી મુક્ત કરવા માટે અરજી દાખલ કરી, અને દાવો કર્યો હતો કે તે ગંભીર બૌદ્ધિક નબળાઈથી પીડાય છે. તેમણે દલીલ કરી હતી કે તે તેના કાર્યોને સમજી શકતો નથી અથવા વકીલને સૂચના આપી શકતો નથી. માનસિક મૂલ્યાંકન સહિત તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું કે આરોપીનો બુદ્ધિમત્તા ગુણાંક સિત્તેર વર્ષથી ઓછો છે અને તેની માનસિક ઉંમર લગભગ ૧૪ વર્ષની છે. ત્યારબાદ ત્રણ ડોકટરોએ ટ્રાયલ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી અને પુષ્ટિ આપી હતી કે આરોપી હળવી માનસિક વિકલાંગતાથી પીડાતો હતો અને ટ્રાયલનો સામનો કરી શકે તેમ ન હતો.
જોકે, ઓગસ્ટ ૨૦૨૫ માં એડિશનલ સેશન્સ જજે ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલ જજે જોયું કે તબીબી નિષ્ણાતોનો એકસમાન અભિપ્રાય નથી.ચાર્જશીટ મુજબ યોગ્યતાના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે પૂરતા કારણો છે કે નહીં તે નોંધવામાં સેશન્સ જજની નિષ્ફળતાની પણ હાઈકોર્ટે ટીકા કરી હતી. હાઈકોર્ટે ભાર મૂક્યો હતો કે ડિસ્ચાર્જ અરજીને યાંત્રિક રીતે નકારી શકાય નહીં.
તેથી મેજિસ્ટ્રેટે તપાસ કરવી પડશે કે ચાર્જશીટમાં માનસિક રીતે અસ્વસ્થઆરોપી સામે પણ કેસ ચલાવવા અને આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે કે કેમ અને પોક્સોની કલમ ૩૩૦ મુજબ આરોપીને મુક્ત કરવાનો આદેશ આપી શકાય છે કે કેમ તે નક્કી કરવું પડશે. વિવાદિત આદેશ પસાર કરતી વખતે ટ્રાયલ કોર્ટ દ્વારા તે કવાયત હાથ ધરવામાં આવતી નથી,એમ નોંધીને કોર્ટે ડિસ્ચાર્જ અરજી પર પુનવચારણા માટે મામલો સેશન્સ કોર્ટમાં પાછો મોકલ્યો હતો.
સેશન્સ જજને બે મહિનામાં ડિસ્ચાર્જ અરજીનો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.




