Mumbai

રેપર બાદશાહ અને ઇશા રિખિનું લગ્નજીવન પાંચ મહિનામાં સમાપ્ત

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: જાણીતા રેપ ગાયક બાદશાહના બીજા લગ્ન પણ ડિવોર્સમાં પરિણમ્યા છે. બાદશાહ અને પંજાબી અભિનેત્રી ઈશા રિખિએ 5 મહિનાના લગ્નજીવનનો અંત લાવવાની જાહેરાત કરી. 2023માં બંનેના ગુપ્ત લગ્નના સમાચાર આવ્યા હતા, જેને બાદશાહે નકાર્યા હતા. પરંતુ માર્ચ 2026માં ઈશાની માતાએ જ લગ્નના ફોટા શેર કરીને ભાંડો ફોડ્યો હતો. બાદશાહના પહેલા લગ્ન પણ 2020માં તૂટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રેપર બાદશાહ અને ઇશા રિખિનું  લગ્નજીવન  પાંચ  મહિનામાં સમાપ્ત

બીજા લગ્ન  પણ  ડાઇવોર્સમાં પરિણમ્યાં

બાદશાહે લાંબા સમય સુધી લગ્ન છૂપાવ્યાં હતાં પણ ઈશાની માતાએ જ ભાંડો ફોડયો હતો                                             

મુંબઈ -  જાણીતા રેપ ગાયક બાદશાહના બીજા લગ્ન પણ ડાઇવોર્સમાં પરિણમ્યા છે.બાદશાહ અને ઇશા રિખિએ સોમવારે તેમના પાંચ મહિનાના લગ્નજીવનનો અંત આવી ગયો  હોવાની સંયુક્ત જાહેરાત કરી હતી.

 બાદશાહે ઇશા રિખિ નામની પંજાબી એક્ટ્રેસ સાથે લગ્ન કરી લીધાં હોવાના સમાચાર ૨૦૨૩માં આવ્યા હતા. પણ તેને બાદશાહે ઇન્સ્ટા પર નકારી કાઢ્યા હતા. એ પછી માર્ચ ૨૦૨૬માં રિખિની માતા પૂનમે બંનેના પંજાબી રીતરસમ અનુસાર નજીકના પરિવારજનોની હાજરીમાં થયેલાં લગ્નના ફોટો શેર કર્યા હતા. પણ બાદશાહે આ લગ્ન બાબતે ચૂપકીદી સેવી રાખી હતી.  જોકે, થોડા સમય પછી ઈશાએ જ તેમનાં લગ્ન થઈ ચૂક્યાનું સ્વીકાર્યુું હતું.

બાદશાહે અગાઉ સંઘર્ષકાળમાં તેને સહાય કરનારી લંડનમાં જન્મેલી અને ઉછરેલી જાસ્મિન મસિહ સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ બાદશાહે ગુપ્ત રાખ્યા હતા પણ રફતારે જાન્યુઆરી ૨૦૧૭માં તેમને પુત્રી જેસેમીના જન્મદિનની વધાઇ આપી ત્યારે તેમના લગ્નનું રહસ્ય ખૂલ્યું હતું. એ પછી સાંસ્કૃતિક મતભેદોને કારણે ૨૦૨૦માં બંનેના સત્તાવાર રીતે ડાઇવોર્સ થઇ ગયા હતા. એ પછી વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બાદશાહે ઇશા સાથે ગુપચૂપ લગ્ન કરી લીધાં હતા.