ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનરજીની આત્મહત્યા કેસમાં રાહુલરાજ સિંહને મુક્તિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'બાલિકા વધૂ'ફેમ ટીવી સ્ટારના બોયફ્રેન્ડને રાહત
બંને વચ્ચે છેલ્લી વાતચીતમાં પણ રાહુલે પ્રત્યુષાને પ્રેમથી સમજાવી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું
મુંબઈ - ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનરજીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના દાયકા જૂના કેસમાં બોયફ્રેન્ડ આરોપી રાહુલ રાજ સિંહને બોમ્બે હાઈ કોર્ટના ન્યા. એસજી ડિગેએ નિર્દોષ જાહેર કર્યો હતો.
રાહુલ રાજસિંહના વકીલોએ સ્યુસાઈડ નોટ નહોવા છતાં એફઆઈઆર નોંધવાની ઉતાવળ પર સવાલ ઉઠાવીને દલીલ કરી હતી કે કેસને ટ્રાયલ માટે આગળ વધારવા માટે દબાણ કરતા પુરાવા પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. હાઈકોર્ટે વકીલ દ્વારા રજૂ કરાયેલા વાતચીતના અંશો પર આધાર રાખ્યો હતો જેમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો કે તે મૃતકને પ્રેમ કરતો હતો અને તેની સંભાળ રાખતો હતો. બંને વચ્ચે રેકોર્ડ થયેલી છેલ્લી વાતચીતમાં જણાય છે કે આરોપીએ મૃતકને આકરા પગલાં નહીં લેવાનું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રેમ વ્યક્ત કર્યો હતો જે દર્શાવે છે કે કોઈ દુષ્કર્મનો કેસ નથી.
૨૦૧૬માં મુંબઈ પોલીસે આરોપી સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યા બાદ કાયદાકીય નિષ્ણાતોએ ઉતાવળ પર સવાલ કર્યા હતા. પ્રત્યુષાની માતાએ બાંગુરનગર પોલીસને આપેલા નિવેદનને આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પ્રત્યુષાએ પહેલી એપ્રિલ ૨૦૧૬ના રોજ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. રાહુલ રાજ સિંહના ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો માતાએ આરોપ કર્યો હતો.
મુક્તિની અરજીમાં સિંહે દલીલ કરી હતી કે પ્રત્યુષાને સીપીઆર આપવાથી લઈ હોસ્પિટલમાં ખસેડનાર પોતે જ હતો. જેના પર આરોપ હોય તેના દ્વારા વાસ્તવમાં ઉશ્કેરણી થઈ હોવી જોઈએ અને આ કૃત્ય સક્રિય હોવું જોઈએ એમ કોર્ટે ઠેરવ્યું હતું.




