Mumbai

પૂર્ણેકરના મૃતદેહને કાપૂરબાવડી પોલીસ મથકે લઈ જઈ વિરોધ પ્રદર્શન

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
થાણેમાં મંગળવારે રાત્રે ઉદ્ધવ સેનાના વિભાગીય વડા પ્રદીપ પૂર્ણેકરની ગોળી મારી હત્યા થઈ. પાંચ હુમલાખોરોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 2 આરોપી પકડાયા છે. પરિવારજનો અને સમર્થકોએ તમામ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કારનો ઇનકાર કર્યો. આથી કાપુરબાવડી પોલીસ સ્ટેશન હાઈ સિક્યુરિટી ઝોનમાં ફેરવાયું. રાજકીય હત્યાના આરોપ સાથે પૂર્વ મેયર મિનાક્ષી શિંદે સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્ણેકરના મૃતદેહને કાપૂરબાવડી પોલીસ મથકે  લઈ જઈ વિરોધ  પ્રદર્શન

તમામ આરોપી ન પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કારનો ઈનકાર

પોલીસ સ્ટેશનને જ હાઈ સિક્યુરિટી ઝોનમાં ફેરવવું  પડયું  ઃ ભૂતપૂર્વ  મેયર મિનાક્ષી શિંદે સામે કાર્યવાહીની માંગ

મુંબઈ  -      થાણેમાં  મંગળવારે રાત્રે થયેલી ગોળીબારની ઘટનામાં ઉઘ્ધવ સેનાના વિભાગીય વડા પ્રદીપ પૂર્ણેકરનું કથિત રીતે મોત થયું હતું. જેના કારણે  માનપાડા-મનોરમા વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. પાંચ હુમલાખોરોએ પૂર્ણેકર પર ગોળીબાર કર્યો હતો અને હુમલા દરમિયાન સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે  આરોપીને પકડયા છે.   આ ઘટના બાદ પૂર્ણેકરના પરિવારના સભ્યો, સંબંધીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે હત્યા રાજકીય રીતે પ્રેરિત છે અને આરોપીઓને વિલંબ કર્યા વિના ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો.  વિરોધ વધુ તીવ્ર બનતા ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારે અને ઉઘ્ધવ સેના થાણે જિલ્લાના વડા કેદાર દિઘે પણ કાપુરબાવડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વિરોધ પ્રદર્શનો વચ્ચે મૃતદેહને કાપુરબાવડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યોઃ-

    હત્યા  બાદ પૂર્ણેકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલે જરૃરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને અને મૃતદેહ પરિવારને સોંપ્યા પછી  તેને એમ્બ્યુલન્સમાં સીધો કાપુરબાવડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો. 

     સેંકડા ે સમર્થકો, સંબંધીઓ અને પરિવારના સભ્યો બુધવાર બપોર સુધીમાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા હતા. વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર  કર્યા અને તમામ આરોપીઓની  તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.  મોટી સંખ્યામાં લોકોની  હાજરીથી પોલીસ સ્ટેશનની આસપાસ તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. સમર્થકોએ કેસની તપાસ    અંગે વિરોધ ચાલુ રાખતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી.

સમર્થકોએ ભૂતપૂર્વ મેયર મિનાક્ષી શિંદે સામે કાર્યવાહીની માંગ કરી

    વિરોધ  વધુ તીવ્ર બનતા પૂર્વ સાંસદ રાજન વિચારે અને ઉદ્ધવ સેના થાણે જિલ્લાના વડા કેદાર દિઘે પણ કપુરબાવડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમર્થકોએ પૂર્વ મેયર મિનાક્ષી શિંદેની ધરપકડની માંગ કરી હતી. તેમજ પૂર્ણેકરની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા તમામ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ આ હત્યા રાજકીય રીતે પ્રેરિત હોવાનું જણાવ્યું હતું અને પોલીસની  ઝડપી તપાસની માંગ કરી હતી. દરમિયાન પૂર્ણેકર પરિવાર અને સમર્થકોએ મક્કમ વલણ અપનાવ્યું હતું કે જ્યાં સુધી તમામ આરોપીઓની  ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર રસ્તો પણ રોકી દીધો હોવાના અહેવાલ છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલી વધી ગઈ હતી.

 પોલીસ સ્ટેશન સિક્યુરિટી ઝોનમાં ફેરવાયું

   પૂર્ણેકરના પ રિવારના સભ્યો, સમર્થકો અને ઉધ્ધવ સેનાના વરિ નેતાઓના  ધસારાને કારણે કપુરબાવડી પોલીસ સ્ટેશનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓ તૈનાત હોવાથી પરિસર સિક્યુરિટી ઝોનમાં ફેરવાઈ ગયો હતો.