લાંબા વાળ રાખવાની વિચારાધીન કેદીની અરજી ફગાવીઃ ચેપનું જોખમ ટાંક્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એનઆઈએ કોર્ટે ધામક માનતા પૂરી કરવા
મુંબઈ - અહીંની એક વિશેષ કોર્ટે વિચારાધીન કેદીની તે અરજી ફગાવી દીધી છે જેમાં તેણે વ્યક્તિગત ધામક માનતાને કારણે જેલના વાળ કાપવાના નિયમોમાંથી મુક્તિ માંગી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે લાંબા વાળ રાખવાની મંજૂરી આપવાથી કેદીઓમાં જૂ અને ફંગલ ઇન્ફેક્શન (ફૂગનો ચેપ) જેવી ચેપી સમસ્યાઓ થઈ શકે છે.
વિશેષ શૈંછ ન્યાયાધીશ એ.એ. જોગલેકરે ગુરુવારે જેરી ફિલિપ્સ જેકબ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. જેકબ્સ માનવ તસ્કરીના કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છેત તેના પર ભારતીયોને લાઓસ મોકલીને બળજબરીપૂર્વક ગેરકાયદેસર સાયબર ગુનાઓ કરાવવાનો આરોપ છે.
વિચારાધીન કેદીએ દાવો કર્યો હતો કે તેણે અને તેના પરિવારે તેમના દેવતા સમક્ષ તેનું મુંડન કરાવવાની ધામક માનતા રાખી હતી.
પોતે 'શુદ્ધ અને ધામક ઈરાદા' સાથે અરજી કરી હોવાનું જણાવીને, જેકબ્સે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ જેલ સત્તાવાળાઓને તેને વાળ રાખવા દેવાનો નિર્દેશ આપે.
જોકે, આર્થર રોડ જેલ સત્તાવાળાઓએ દલીલ કરી હતી કે લાંબા વાળ રાખવાની મંજૂરી આપવાથી ત્વચા અને માથાની ચામડીના ચેપી રોગો ફેલાઈ શકે છે, જેના માટે લાંબા ગાળાની તબીબી સારવારની જરૃર પડે છે.
વધુમાં, જેલ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જેલ મેન્યુઅલના નિયમ ૧૫, પેટા-નિયમ (ૈપ) હેઠળ, વાળ ન કાપવાની છૂટ માત્ર શીખ ધર્મના કેદીઓને જ આપવામાં આવે છે અને તે જેકબ્સને લાગુ પડી શકે નહીં.
જેલના અહેવાલને ધ્યાનમાં લેતા કોર્ટે નોંધ્યું હતું કે, ધતેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવા લાંબા વાળ અને દાઢીને કારણે સહ-કેદીઓમાં જૂ, ફંગલ ઇન્ફેક્શન અને સ્કેબીઝ (ખંજવાળ/ખરજવું) જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેના માટે લાંબી સારવારની જરૃર પડે છે.ધ
આ રોગો ચેપી હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને, જેલ સત્તાવાળાઓને કોઈ નિર્દેશ આપવો યોગ્ય રહેશે નહીં, તેમ કહીને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.




