દહીંહાંડીની ઉજવણી માટે સમગ્ર રાજ્યમાં ધારાવીથી મટકીઓ જાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવિંદા આલા રે... જરા મટકી સંભાલ બ્રિજબાલા
કુંભારવાડામાં રોજની ૧૫૦થી ૨૦૦ મટકીઓ બને છેઃ હાલ ચેલ્લી ઘડીના ડીઝાઈનિંગ, રંગરોગાન ચાલે છે
મુંબઇ - જન્માષ્ટમીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા હોવાથી ધારાવીના કુંભારવાડામાં સેંકડો પ્રજાપતી પરિવારો દિવસ-રાત નાની-મોટી મટકીઓ, દહીં-હાંડી બનાવવામાં આને તેને રંગ-ડિઝાઇનથી સુશોભન કરવાના કામમાં વ્યસ્ત છે. આમ અત્યારે મટકીઓ તૈયાર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે.
ધારાવીમાં છેલ્લા અનેક દાયકાઓથી કુંભારવાડામાં પ્રજાપતી પરિવારોએ માટીકામની કલા અને વ્યવસાય ટકાવી રાખ્યો છે. એક અંદાજ મુજબ લગભગ અઢી હજાર પરિવારો માટીકલાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જન્માષ્ટમીમાં દહી-હાંડી ઉત્સવ માટેની મટકીઓ બનાવવાની તડામાર કામગીરી ચાલી રહી છે. બીજું ત્યાર પછી આવતા નવરાત્રિ ઉત્સવ માટેના કોરેલા માટીના ગરબા બનાવવાનું કામ પણ સાથેસાથે ચાલી રહ્યું છે.
છેલ્લા ચાર દાયકાથી આ વ્યવસાય કરતા સ્થાનિક પ્રજાપતી ભાઇએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીનો તહેવાર ચોમાસા દરમ્યાન આવતો હોવાથી વરસાદમાં હેરાનગતીનો સામનો ન કરવો પડે માટે અગાઉથી જ તૈયાર કરવી પડે છે એક દિવસમાં સામાન્ય રીતે ૧૫૦ થી ૨૦૦ મટકીઓ બનાવવામાં આવે છે. અત્યારે નાની મટકી, મધ્યમ આકારની મટકી અને મોટી મટકીનો હોલસેલ ભાવ ૬૦ રૃપિયાથી ૩૫૦ રૃપિયાની આસપાસ છે.
ધારાવીના કુંભારવાડામાં બનેવી મટકીઓ આખા મુંબઇમાં જ નહીં પણ રાજ્યના અન્ય ભાગોમાં પણ મોકલવામાં આવી રહી છે.




