Mumbai

કચ્છના ભચાઉથી શખ્સની ધરપકડ, કોર્ટે ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત થતા રાજ્યભરમાં ચકચાર મચી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઝેરી કેમિકલ નેટવર્કને વિખેરી નાખી, સૂત્રધાર અને સપ્લાયર સહિત 28 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કચ્છના ભચાઉથી ઈશ્વરભા ગઢવીની ધરપકડ બાદ, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના ભચાઉથી શખ્સની ધરપકડ, કોર્ટે ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ભાવનગર લઠ્ઠાકાંડમાં ૧૩ જિંદગીઓ હોમાઈ

ઝેરી કેમિકલનું નેટવર્ક વેરવિખેર, ઝેરી દારુનો સૂત્રધાર , માસ્ટર માઈન્ડ અને કેમિકલનો સપ્લાર સહિત ૨૮ ઇસમ ઝબ્બે

ભાવનગર -  ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડમાં ૧૩ લોકો મોતને ભેટી ચૂક્યા છે.તેવામાં એસએમસીએ પણ ઝેરી દારૃના નેટવર્કને વિખી નાખવા માટે અત્યાર સુધી ઝેરી દારુનો સૂત્રધાર , માસ્ટર માઈન્ડ અને કેમિકલનો સપ્લાર સહિત ૨૭ શખ્સને દબોચી લીધા છે.તેવામાં છે.એસએમસીએ આ ગુનાહિત રેકેટમાં ઊંડાણપૂર્વક તપાસ લંબાવતા કચ્છના ભચાઉ ખાતેથી ઈશ્વરભા ગઢવી નામના સાગરીતની ધરપકડ કરી છે. ઈશ્વરભા ગઢવીને ભાવનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા ન્યાયાલયે આરોપીના ૮ દિવસના મંજૂર રિમાન્ડ આપ્યા છે.

શાંત ગણાતા ભાવનગર પંથકને હચમચાવી મુકનારા કરૃણ અને ભયાવહ લઠ્ઠાકાંડ મામલે તપાસનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝેરી કેમિકલ યુક્ત દારૃ ગટગટાવી જવાથી ૧૩ નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાયા છે, જ્યારે ૬૦થી વધુ લોકો આ માનવસજત આફતની ગંભીર અસર થઈ હતી. આ ઘાતકી અને હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી સાથે ભારે જનાક્રોશ જન્માવ્યો છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો દોર સંભાળનાર સ્ટેટ મોનિટરિંગ સેલને આ કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા સાંપડી છે. એસએમસીની ટીમે દિવસ-રાત એક કરીને દારૃ બનાવવામાં માસ્ટરમાઈન્ડ ગણાતા મુખ્ય સૂત્રધારોથી લઈને પાયાના સપ્લાયરો સુધીના સમગ્ર નેટવર્કને વિખેરી નાખ્યું છે.એસએમસીએ આ ગુનાહિત રેકેટમાં ઊંડાણપૂર્વક તપાસ લંબાવતા કચ્છના ભચાઉ ખાતેથી ઈશ્વરભા ગઢવી નામના સાગરીતની ધરપકડ કરી છે. આ સાથે જ આ લઠ્ઠાકાંડમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા ગુનેગારોનો કુલ આંકડો ૨૮ પર પહોંચ્યો છે. અગાઉ પકડાયેલા ૨૭ આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ કડક પૂછપરછનો સામનો કરી રહ્યા છે.દરમિયાન, એસએમસી દ્વારા ઈશ્વરભા ગઢવીને ભાવનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા ન્યાયાલયે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીના ૮ દિવસના મંજૂર રિમાન્ડ આપ્યા છે. પોલીસ હવે આ રિમાન્ડ દરમિયાન કેમિકલના ોત અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા આકરા પાણીએ પૂછપરછ ચલાવી રહી છે.