Mumbai

મુંબઈમાં આગામી ૧૭ મે સુધી ચાલે તેટલું જ પાણી, હવે કૂવાઓ પર નજર

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પાણીની અછત નિવારવા BMC એ 300 કૂવા રિચાર્જ કરવાની યોજના બનાવી છે. જોકે, મોટાભાગના કૂવાઓમાં કાદવ જામી ગયો હોવાથી સફાઈ કરવી પડશે. ખારાશ હશે તો પાણી વાપરી શકાશે નહીં. BMC નો અંદાજ છે કે હાલનો જથ્થો 17 મે, 2025 સુધી જ ચાલશે, તેથી 10% પાણીકાપ યથાવત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં આગામી ૧૭ મે સુધી ચાલે તેટલું જ પાણી, હવે કૂવાઓ પર નજર

ત્રણ હજાર કૂવા  રિચાર્જ કરવાની બીએમસીની યોજના

જોકે, મોટાભાગના કૂવાોમાં કાદવ જામી ગયો હોવાથી મોટાપાયે  સફાઈ કરાવવી  પડશેઃ ખારાશ હશે તો પાણી નહીં વાપરી શકાય

મુંબઈ -  આ વખતે મુંબઈના જળાશયો સંપૂર્ણ ૧૦૦ ટકા નહીં ભરાતાં મુંબઈ મહાપાલિકાએ હવે આવતાં ચોમાસા સુધી  ૧૦ ટકા પાણી કાપ યથાવત રાખવાનું નક્કી કરી લીધું છે. સાથે સાથે શહેરના ભૂગર્ભજળનો ઉપયોગ કરવા ૩૦૦ કૂવાઓને રિચાર્જ કરવાની પણ યોજના ઘડી છે.

મહાપાલિકાના અંદાજ મુજબ હાલ જળાશયોમાં ઉપલબ્ધ જથ્થો આગામી વર્ષની ૧૭મી મે સુધી જ ચાલી શકે તેમ છે. બીજી તરફ મુંબઈમાં સંતોષકારક વરસાદ થતાં થતાં મધ્ય જૂન આવી  જાય છે. સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદ થાય અને જળાશયોમાં પાણીની નવી આવક ચાલુ થાય તે માટે કેટલાય દિવસો સુધી વરસાદ જરુરી હોય છે. આ  સંજોગોમાં હાલના દરે પાણીનો ઉપાડ ચાલુ રહે તો શહેરને પાણીની કારમી તંગી ભોગવવી પડે તેમ છે.

  મુંબઈમાં પાણીની અછતને ખાળવામુંબઈ મહાનગરપાલિકા એ પાણીના વૈકલ્પિક ોત ઊભા કરવા શહેરના જૂના કૂવાઓને ફરી સજીવન કરવાની કામગીરી હાથ ધરી છે.

વર્ષોથી ઉપયોગમાં ન લેવાયેલા અનેક કૂવાઓમાં કાદવ કદડો જમા થઈ ગયો છે. કેટલાક કૂવાઓમાં ભૂગર્ભજળના કુદરતી પ્રવાહના માર્ગો પણ બંધ થઈ ગયા છે. તેથી કૂવાઓની સફાઈ, કાંપ દૂર કરવાની કામગીરી અને તેમની પાણી ધારણ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. વોર્ડ સ્તરે આ કામગીરી હાથ ધરાશે.

  મુંબઈ દરિયાકાંઠાનું શહેર હોવાથી . કૂવાઓના પાણીમાં ખારાશનું પ્રમાણ જાણવા માટે વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવશે. આ માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની મદદથી અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

 અભ્યાસના આધારે ભૂગર્ભજળમાં ખારાશ કેટલી છે અને તેને નિયંત્રિત કરવા માટે કયા પગલાં જરૃરી છે તેનો રોડમેપ તૈયાર થશે.

 મુંબઈને હાલ સાત જળાશયોમાંથી દરરોજ આશરે ૩,૮૫૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.જ્યારે શહેરની દૈનિક જરૃરિયાત અંદાજે ૪,૨૦૦ મિલિયન લિટર છે. એટલે કે પુરવઠા અને જરૃરિયાત વચ્ચે પહેલેથી જ આશરે ૩૫૦ એમએલડીનો તફાવત છે.