Mumbai

દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન મેળવનાર શુરવીરોની ગાથાનું મલ્ટિમીડિયા નિદર્શન

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રવંદના સપ્તાહ અંતર્ગત પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવનું સન્માન કરાયું. તેમણે યુવાનોને જીવનના કઠિન સંજોગોમાં મજબૂત અને નીડર બનવા પ્રેરક આહવાન કર્યું. કારગિલ યુદ્ધમાં 1999ની તેમની શૌર્યગાથા વર્ણવી, વિદ્યાર્થીઓને સમયનો સદુપયોગ કરવા અને દેશસેવા માટે પ્રોત્સાહિત કર્યા. શહીદોની ગાથાનું ઓડિયોવિઝ્યુઅલ નિદર્શન પણ કરાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન મેળવનાર શુરવીરોની ગાથાનું મલ્ટિમીડિયા નિદર્શન

યુનિવર્સિટીમાં રાષ્ટ્રવંદનાં કાર્યક્રમ હેઠળ

જીવનના કટોર સંજોગોમાં મજબુત અને નીડર બનવા પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહનું આહવાન

ભાવનગર -  યુનિવર્સિટીમાં રાષ્ટ્રવંદના સપ્તાહ અંતર્ગત પરમવીરચક્ર વિજેતા યોગેન્દ્રસિંહનું બહુમાન અને તેમના વિચારોની આપલે કરાી હતી આ સાથે આવા શુરવીરની શૌર્યગાથા પર ઓડિયો વિઝયુઅલ નિદર્શન યોજાયું હતું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રવંદના સપ્તાહની ઉજવણીના બીજા દિવસે આજે પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહજી યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે  પ્રેરક ઉદ્બોધનમાં યુવાનોને જીવનના કટોર સંજોગોમાં પણ મજબુત અને નીડર બનવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીવનની સહુથી કિંમતી ચીજ સમય છે અને વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવી શકતો એટલે સમયને વ્યર્થ વ્યતીત ન કરવા અનુરોધ કર્યો હતો. બાળપણથી જ દેશની સેવા કરવા માટે સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન તેમણે કેવી રીતે સાકાર કર્યું અને સતત બાવીસ દિવસ સુધી અસામાન્ય વાતાવરણમાં ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમ્યાન અસંખ્ય ઈજાઓ સાથે ટોલોલિંગ અને ટાઈગર હિલ સર કરીને દેશનું સર્વોચ્ચ સન્માન હાંસલ કરવા સુધીની સફરનું જુસ્સાભેર વર્ણન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બાદમાં પ્રથમ બંને વિશ્વયુદ્ધો દરમ્યાન પોતાના જીવનું બલિદાન આપનાર હજારો સૈનિકો, વિટ્રિયા ક્રોસથી સન્માનિત શહીદો અને દેશનાં આઝાદી પછીના આઠ દાયકામાં પરમવીર ચક્રથી સન્માનિત થનાર કુલ ૨૧ શુરવીરોની શૌર્યગાથા અને દેશની અખંડિતતાને જાળવી રાખવામાં કરવામાં આવેલ પ્રદાન સંદર્ભે હર્ષલ પુષ્કકર્ણાએ ઓડિયોવિઝિયલ નિદર્શન કર્યું હતું.