Mumbai

વિદ્યાર્થીઓ માટે પણ હવે એમએસઆરટીસી સ્માર્ટ કાર્ડ ફરજિયાત

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ST બસના ભાડામાં રાહત મેળવતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. ૧૫ ઓગસ્ટથી શાળાઓમાં જ ST પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓના નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) માટે રજીસ્ટ્રેશન કરશે. ૧ સપ્ટેમ્બરથી આ સ્માર્ટ કાર્ડ ફરજિયાત બનશે, જેથી વિદ્યાર્થીઓ પણ ST પ્રવાસમાં મળતી છૂટછાટનો લાભ લઈ શકશે. અત્યાર સુધીમાં ૧.૦૧ કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓ માટે પણ હવે એમએસઆરટીસી સ્માર્ટ કાર્ડ ફરજિયાત

એસટી પ્રતિનિધિઓ શાળાઓમાં આવશે

એસટીના બસભાડામાં રાહત મેળવવા પાત્ર તમામ પ્રવાસીએ પહેલી સપ્ટેમ્બરથી આ કાર્ડ વાપરવું જરુરી

મુંબઈ  -  મહારાષ્ટ ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે રજીસ્ટ્રેશનનો આંકડો એક કરોડ એક લાખને પાર પહોંચ્યો છે. અત્યારસુધીમાં ૬૫.૯૧ લાખ કાર્ડ કાર્યરત (એક્ટિવ) થયા છે. હવે વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સમાવવાના હોવાથી તેમનું રજીસ્ટ્રેશન ૧૫ ઑગસ્ટથી શરુ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પણ આ સ્માર્ટ કાર્ડનો લાભ લઈ શકશે.

વિદ્યાર્થીઓએ  આ કાર્ડના રજીસ્ટ્રેશન માટે ક્યાંય જવાનું નથી. એસટીના પ્રતિનિધિઓ દ રેક શાળામાં જઈ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરશે. મોટી સંખ્યામાં કાર્ડનું રજીસ્ટ્રેશન થયું હોવાથી હવે વિદ્યાર્થીઓને પણ આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

પહેલી સપ્ટેમ્બરથી એનસીએમસી સ્માર્ટ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવવાના હોવાથી વિદ્યાર્થીઓએ પણ સમયસર રજીસ્ટ્રેશન કરાવી કાર્ડ કાર્યરત કરાવવું જરુરી બનશે. એક કરોડથી વધુ લોકો કે જેઓ એસટીના પ્રવાસમાં વિવિધ રાહત માટે પાત્ર છે, તેમણે આ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓને પણ એસટીના પ્રવાસમાં છૂટછાટ મળતી હોવાથી તેમણે પણ સંબંધિત રકમનું ટોપ-અપ કરાવવાનું રહેશે. પરંતુ દરેક રાહતપાત્ર પ્રવાસીએ આ કાર્ડ પહેલી સપ્ટેમ્બરથી વાપરવું ફરજિયાત છે.