Mumbai

મસ્તી ફોરની એકટ્રેસ રુહીના નામે અશ્લીલ ચેટ્સ વાયરલ

By GS Team
10 Feb 20261 min read
મસ્તી ફોરની એકટ્રેસ રુહીના નામે અશ્લીલ ચેટ્સ વાયરલ

રુહીએ પોલીસ ફરિયાદ નોંધાવી

કોઈ ભેજાબાજે રુહી સિંહનો નંબર હોવાનો દાવો કરી વ્હોટસ એપ પર ચેટ વાયરલ કરી 

મુંબઈ -   'મસ્તી ફોર'ની હિરોઈન રુહી સિંહ ફ્રોડનો શિકાર બની છે. કોઈ ભેજાબાજે તેનો મોબાઈલ નંબર હોવાનો દાવો કરી વ્હોટસ એપ પરથી અશ્લીલ મેસેજીસ વાયરલ  કર્યા હતા. રુહી સિંહે આ વિશે પોલીસને ફરિયાદ પણ આપી છે. 

રુહીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ ચેટ્સમાં દર્શાવાયેલો નંબર તેનો નથી. તેને આ મેસેજીસ સાથે કોઈ લેવાદેવા નથી. 

રુહીએ આ ચેટ્સના સ્ક્રીન શોટ્સ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા અને ચાહકોને આ ફ્રોડથી સાવચેત રહેવા જણાવ્યું હતું. 

રુહીએ કન્ફર્મ કર્યું હતું કે તેણે સાયબર પોલીસને આ વિશે ફરિયાદ આપી છે અને હવે પોલીસ સંબંધિત વ્યક્તિને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

રુહી પહેલાં અન્ય હિરોઈનો પણ આ રીતે ફેક વ્હોટસ એપ સ્કેમનો શિકાર બની ચૂકી છે.