Mumbai

સ્મિત મચ્છરને મેનકાઈન્ડ ફાર્માની રુા. એક કરોડની સહાય

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં મેનકાઇન્ડ ફાર્માએ ફ્લાયદુબઈના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપિટમાં હુમલો થતાં, ગંભીર ઈજા છતાં કેપ્ટન મચ્છરે 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોના જીવ બચાવી, વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. તેમની બહાદુરી અને ફરજપરાયણતાને બિરદાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્મિત મચ્છરને મેનકાઈન્ડ ફાર્માની રુા. એક કરોડની સહાય

બહાદુરી અને ફરજપરાયણતાને બિરદાવાઈ

કોકપિટમાં હુમલાની ઘટના બાદ પણ ૧૭૪ મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બરોના જીવ બચાવ્યા હતા

મુંબઈ -  મેનકાઇન્ડ ફાર્માએ ફ્લાયદુબઈના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના પરિવારને રૃ.૧ કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કેપ્ટન મચ્છરે દર્શાવેલી હિંમત, સંયમ અને ફરજ પ્રત્યેની જવાબદારીને બિરદાવતાં કંપનીએ આ સહાય જાહેર કરી છે.

૩૦ સપ્ટેમ્બરે બનેલી બનેલી ગંભીર ઘટનાને પગલે કેપ્ટન સ્મિત મચ્છરની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એફઝેડ૧૦૭૩ ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યો સવાર હતા. દરમિયાન કોકપિટમાં હુમલાની ઘટના બની હતી. કથિત રીતે ફર્સ્ટ ઓફિસરે કેપ્ટન મચ્છર પર હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગંભીર ઈજા છતાં કેપ્ટન મચ્છરે પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે પોતાની ફરજ ચાલુ રાખી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના જણાવ્યાનુસાર, તેમણે વિમાનને નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી અને ત્યારબાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળીને સુરક્ષિત રીતે ઉતારી હતી. મેનકાઇન્ડ ફાર્માની આ આર્થિક સહાય કટોકટીના સમયે કેપ્ટન મચ્છરે દર્શાવેલી હિંમત અને ફરજપરાયણતાને મળેલી વધુ એક માન્યતા છે.