Mumbai

ડ્રેગનના શૂટિંગમાં ઈજા બાદ જુનિયર એનટીઆરના ખભાની સર્જરી થઈ

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
જુલાઈમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં 'ડ્રેગન'ના શૂટિંગ દરમિયાન જુનિયર એનટીઆરને ખભામાં ઈજા થઈ હતી. 12 ઓગસ્ટે સિકંદરાબાદની ખાનગી હોસ્પિટલમાં ઓર્થોસ્કોપિક સર્જરી કરાઈ. ડોકટરોના મતે, તેમને સાજા થવામાં 8 અઠવાડિયા લાગશે, જેથી આગામી ફિલ્મોનું શૂટિંગ ખોરવાશે. પ્રશાંત નીલની 'ડ્રેગન'માં એનટીઆર "લુગાર" અને અનિલ કપૂર "નાર્કોટિક્સ વડા"ની ભૂમિકામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રેગનના શૂટિંગમાં ઈજા બાદ  જુનિયર એનટીઆરના  ખભાની સર્જરી થઈ

ગત જુલાઈમાં ફિલ્મના સેટ પર ઈજા થઈ હતી  

સાજા થવામાં બે મહિનાનો સમય લાગશે જેના કારણે ફિલ્મનું શૂટિંગ ખોરવાશે                           

મુંબઈ -  જુલાઇના અંતમાં હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સીટીમાં ફિલ્મ 'ડ્રેગન'ના શૂટિંગ દરમ્યાન જુનિયર એનટીઆરને ખભા પર ઇજા થઇ હતી. હવે આ મામલે તાજા સમાચાર અનુસાર બાર ઓગસ્ટ બુધવારે એનટીઆર પર સિકંદરાબાદની એક  ખાનગી હોસ્પિટલમાંં ખભાની સર્જરી કરવામાં આવી હતી.

એનટીઆર પર સિકંદરાબાદમાં આવેલી  એક  હોસ્પિટલમાં ખભા પર ઓર્થોસ્કોપિક સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેને સાજા થવામાં કમ સે કમ આઠ અઠવાડિયાનો સમય લાગશે.  તેના કારણે જુનિયર એનટીઆરની ફિલ્મોનું શૂટિંગ શિડયૂલ ખોરવાઈ શકે છે.

પ્રશાંત નીલની ફિલ્મ 'ડ્રેગન'માં એનટીઆર લુગાર નામનું ખૂંખાર પાત્ર ભજવી રહ્યો છે. તાજેતરમાં અનિલ કપૂરે પણ આ ફિલ્મ  'ડ્રેગન'માં તેના હિસ્સાનું શૂટિંગ હૈદરાબાદમાં કર્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપૂર નાર્કોટિક્સના વડાનું પાત્ર ભજવી રહ્યો છે.