આઈઆઈટી બોમ્બેએ ડીનને ફરજમુક્ત કર્યા, સાહિલ અંગે નિવેદન માટે જાહેર માફી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુષ કોંગ્રેસ સહિતનાં સંગઠનોની કેમ્પસ બહાર ધમાલ
- સાહિલે પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ આપઘાત કર્યાનું નિવેદન આઈઆઈટીએ પાછું ખેંચી લીધું
મુંબઈ : આઈઆઈટી બોમ્બેમાં બાવીય વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેએ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ આત્મહત્યા કરી હતી તેવું અગાઉનું નિવેદન આઈઆઈટીએ પાછું ખેંચી જાહેર માફી માગી છે. આ કેસમાં જેમના પર આક્ષેપો થઈ રહ્યા છ ેતે અધ્યાપક અને વહીવટી ડીન સૂર્યનારાયણ દુલ્લાને તેમનાં પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ યુથ કોંગ્રેસ તથા અન્ય વિદ્યાર્થી સંગઠનોએ આજે પણ આ મુદ્દે કેમ્પસના ગેટ પર ધમાલ મચાવી હતી.
અગાઉ એવી વિગત બહાર આવી હતી કે પ્રોફેસર દુલ્લાએ સાહિલને પરીક્ષામાં ચોરી કરતાં પકડયો હતો અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે, આ વાતથી સાહિલને લાગી આવતાં તેણે આપઘાત કર્યો હતો. પરંતુ, હવે આઈઆઈટીએ આ નિવેદન પાછું ખેંચ્યું છે. આઈઆઈટીએ એક સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે કિસ્સાની પૂરતી તપાસ વિના થયેલું અગાઉનું નિવેદન તે પાછું ખેંચે છે.
સાહિલના માતાપિતાની ફરિયાદ બાદ પ્રોફેસર દુલ્લા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દરમિયાન, આઈઆઈટી બોમ્બે ફેક્લ્ટી ફોરેમ સમગ્ર પ્રકરણમાં પ્રોફેસર દુલ્લાને સમર્થન આપતું એક નિવેદન જારી કર્યું હતું. તેના કેટલાક સભ્યોએ પ્રોફેસર દુલ્લાના સમર્થનમાં કુચ પણ યોજી હતી. બીજી તરફ સંસ્થાના કેટલાક પ્રોફેસરોએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે આ ફેકલ્ટીી ફોરમ તમામ પ્રોફેસરોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેને તમામ પ્રોફેસરો વતી મંતવ્ય રજૂ કરવાનો કોઈ હક્ક નથી. મૂળ મહારાષ્ટ્રના યવતમાળના સાહિલે પવઈ કેમ્પસમાં ગત શુક્રવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના માતાપિતાના દાવા અનુસાર સાહિલને છેલ્લા કેટલાય સમયથી જાતિગત બાબતોએ હેરાન કરવામાં આવી રહ્યો હતો.
આઈઆઈટીના ડાયરેક્ટર કેદારેએ રવિવારે રાતે પોતાના રાજીનામાંની ઓફર કરી હતી. જોકે, સોમવારે સંસ્થાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટરે રાજીનામું આપ્યું નથી. વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે આઈઆટી બોમ્બે ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.




