Mumbai

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીએ સાથે ટાઇગર સફારી માણી

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
રણથંભોરમાં ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ટાઇગર સફારીની મોજ માણતા જોવા મળ્યા. બંને 4 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હોવા છતાં પોતાને સારા મિત્રો ગણાવે છે. ગુરુવારે તેઓ મુંબઈથી રણથંભોર જવા રવાના થયા હતા. રસપ્રદ વાત એ છે કે, સાઇના નેહવાલ પણ તેની બહેન સાથે રણથંભોરમાં સફારીનો આનંદ માણી રહી છે. આ વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીએ સાથે ટાઇગર સફારી માણી

સાઇના નેહવાલ પણ તેની બહેન સાથે રણથંભોરમાં  

ચાર વર્ષથી ઇબ્રાહિમ અને પલક વચ્ચે ડેટિંગ ચાલુ છે પણ બંને જણાં એકમેકને સારાં મિત્રો જ ગણાવે છે                                                                                                       

મુંબઇ -  ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી સવાઇ માધોપુરમાં કારમાં બેસી રણ થંભોર ટાઇગર સફારીની મોજ માણવા જતાં હોવાનો વિડિયો વાઇરલ થયો છે. બંને જણાં ગુરૃવારે મુંબઇ એરપોર્ટ પરથી સાથે રવાના થતાં જોવા મળ્યા હતા. ૨૦૨૨માં પહેલીવાર જાહેરમાં એકસાથે દેખાયેલાં તે પછી બંને જણાં અવારનવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે પણ બંને જણાં તેઓ માત્ર સારા મિત્રો જહોવાનું જણાવે છે. 

રસપ્રદ બાબત એ છે કે સાઇના નેહવાલ પણ તેની બહેને ચંદનાશુ સાથે હાલ રણ થંભોરમાં ટાઇગર સફારીની મોજ માણી રહી છે અને તેમના ફોટા અને વિડિયો તેઓ સોશ્યલ મિડિયા પર શેર કરી રહ્યા છે. એક વિડિયોમાં ચંદનાશુ ડાન્સ કરતી જણાય છે.

પલક તિવારી રાજા ચૌધરી અને શ્વેતા તિવારીની પુત્રી છે. રાજા અને શ્વેતાના ૧૯૯૮માં લગ્ન થયા હતા પણ એ પછી તેઓ ૨૦૦૭માં છૂટાં પડી ગયા તે પછી તેમના ૨૦૧૨માં ડાઇવોર્સ થઇ ગયા હતા. પલક તેની માતા ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સાથે રહે છે. જ્યારે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ તેની માતા અને બહેન સારા અલી ખાન સાથે મુંબઇમાં રહે છે.