એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં વાઝેને જામીન પર હાઈકોર્ટનો મનાઈહુકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બે , બે બેન્ચોએ અપીલની સુનાવણી ટાળી, ત્રીજીનો નિર્ણય
નીચલી કોર્ટે બિનજરૃરી અવલોકનને આધારે આપેલો જામીનનો ખોટો આદેશ આપ્યો હોવાનું જણાવી એનઆઈએની અપીલ
મુંબઈ - ૨૦૨૧ના એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને આપવામાં આવેલા જામીન પર બોમ્બે હાઈકોર્ટે બુધવારે સ્ટે આપ્યો હતો. વિશેષ અદાલતે શું રાષ્ટ્રીય તપાસ એજન્સી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારના નિવેદનો નોંધવા માટે મુહૂર્ત(ખાસ પ્રસંગ) ની રાહ જોઈ રહી હતી ?અને કથિત આતંકવાદી ધમકી છતાં અંબાણી પરિવાર તેમના જીવનનો આનંદ માણી રહ્યા હતા તેવાં બિનજરુરી અવલોકનો કરી આ ખોટો આદેશ આપ્યો હોવાની દલીલ સાથે એનઆઈએ દ્વારા અપીલ કરાતાં હાઈકોર્ટે આ મનાઈ હુકમ આપ્યો હતો.
વાઝે હાલમાં થાણે સેન્ટ્રલ જેલમાં બંધ છે અને મંગળવારે ખાસ કોર્ટના આદેશ બાદ તેમની જામીન માટેની ઔપચારિકતાઓ હજુ પૂર્ણ થઈ નથી.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની બેન્ચે એનઆઈએ દ્વારા સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી ૭ ઓક્ટોબર પર મુલતવી રાખી અને વાઝેને નોટિસ જારી કરી છે.
એનઆઈએ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહની ટૂંકી સુનાવણી બાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતા. અનિલ સિંહે કોર્ટને કહ્યું હતું કે વાઝે પર ગંભીર ગુનાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે અને ખાસ અદાલતે તેમને જામીન આપવામાં સંપૂર્ણપણે ભૂલ કરી છે.
વાઝે સમાજમાં આતંક ફેલાવવાના ઇરાદાથી એક ઉદ્યોગપતિના નિવાસસ્થાન પાસે વિસ્ફોટકો ભરેલી કાર મૂકી હતી. તેના પર એક વ્યક્તિની હત્યા કરવાનો પણ આરોપ છે,એમ સિંહે કહ્યું હતું.
દલીલો સાંભળ્યા પછી, હાઇકોર્ટે કહ્યું કે તે ખાસ કોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે આપી રહી છે.
મંગળવારે, ખાસ અનઆઈએ કોર્ટે વાઝેને જામીન આપ્યા પછી તરત જ, એજન્સીએ હાઇકોર્ટમાં અરજી કરી અને જસ્ટિસ સારંગ કોટવાલની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ અપીલ કરી હતી.
જોકે, બેન્ચે પોતે આ સુનાવણીથી અલિપ્ત રહેશે તેમ જણાવ્યા બાદ બુધવારે જસ્ટિસ ડાંગરેની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ અપીલ મૂકવામાં આવી હતી પરંતુ તેણે પણ આ સુનાવણીથી અલિપ્ત રહેવાનું નક્કી કર્યું હતું.




