Mumbai

અમિતાભ-જયા અને ગુલઝારને પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમા ંજોઇ ચાહકો ખુશ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં પુસ્તક લોકાર્પણ પ્રસંગે 83 વર્ષના અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનને સ્ટેજ પર ચઢવામાં મદદ કરી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં જયા બચ્ચન ખડખડાટ હસતા જોવા મળતાં ચાહકો આશ્ચર્યચકિત થયા હતા. ચાહકોએ તેમની ખુશમિજાજીના વખાણ કર્યા હતા. આ દંપતીના 50 વર્ષથી વધુના લગ્નજીવનમાં પણ તેમનો પ્રેમ અકબંધ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભ-જયા અને ગુલઝારને પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમા ંજોઇ ચાહકો  ખુશ

જયા બચ્ચનને ખડખડાટ હસતી જોઇ ફેન્સ અવાચક   

૮૩ વર્ષના અમિતાભ બચ્ચને જયાને મંચની સીડીઓ ચડવા હાથ લંબાવી ટેકો આપતો વિડિયો વાઇરલ બન્યો                                                                                                        

મુંબઇ - બીજી ઓક્ટોબરે મુંબઇમાં યોજાયેલાં એક પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચેન અને ગુલઝારે હાજરી આપી હતી. આ પ્રસંગે ખુશમિજાજ જયાએ ખડખડાટ હાસ્ય વેરતાં ચાહકો દંગ થઇ ગયા હતા. એક ચાહકે તો લખ્યું પણ ખરું કે યે હંસતી ભી હૈ.

અમિતાભ અને જયાના લગ્નને ૫૦ વર્ષથી વધારે સમય વીતી ગયો છે પણ બંને હજી એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે. જયા મંચ પર આવવા માટે સીડીઓ ચડી રહી હતી ત્યારે અમિતાભ બચ્ચને હાથ લંબાવી તેને ટેકો આપ્યો હતો અને  તેને દોરીને સ્ટેજ સુધી લઇ ગયા હતા. આ વિડિયો વાઇરલ બન્યો હતો.

અમિતાભ બચ્ચને તાજેતરમાં તેમને ઘૂંટણમાં ઇજા થઇ હોવાનું કેબીસીના શોમાં જણાવ્યું હતું. પરંતુ આ પ્રસંગે અમિતાભ જાતે કોઇની સહાય વિના કારમાં બેસતાં અને ઉતરતાં જોવા મળ્યા હતા. જો કે, ચાહકોમાં સૌથી વધારે ચર્ચા જયાના હાસ્યથી થઇ હતી. એક ચાહકે જણાવ્યું હતું કે તેમને મેં આ પહેલીવાર હસતાં જોયા છે.