Mumbai

સાકીનાકામાં ખુલ્લા મેનહોલમાં ખાબકતાં વૃદ્ધ રાહદારીનું મોત

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં BMCની ઘોર બેદરકારીથી 60 વર્ષીય અસલમ શેખનો ભોગ લેવાયો છે. ખૈરાની રોડ પર ખુલ્લા મેનહોલમાં પડવાથી તેમનું મોત થયું, જ્યાં કોઈ બેરીકેડ કે ચેતવણી બોર્ડ નહોતા. વરસાદી પાણી ભરાયેલા હોવાથી તેઓ મેનહોલ જોઈ શક્યા ન હતા. આ ઘટનાએ મહાપાલિકાના અંધેર કારભાર સામે જનતાનો રોષ ભભૂકાવ્યો છે, અને કોન્ટ્રાક્ટર સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાકીનાકામાં  ખુલ્લા મેનહોલમાં ખાબકતાં વૃદ્ધ રાહદારીનું મોત

બીએમસીની બેદરકારીએ ફરી એક મુંબઈગરાનો ભોગ લીધો

કામદારોએ ઢાંકણ કાઢી લીધું પણ બેરીકેડ કે ચેતવણીસૂચક સાઈન ગોઠવી ન હતીઃ  ચેમ્બુર દુર્ઘટનાના થોડા દિવસોમાં જ બીજું મોત

મુંબઈ -        રાજ્યભરમાં વરસાદે તબાહી મચાવી છે .મુંબઈમાં પણ વરસાદમાં અકસ્માતો વધી રહ્યા છે .બે દિવસ પહેલા જ ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડતાં એક બાળકનું મોત થયું હતું. ગયા અઠવાડિયે મુંબઈમાં મેયરની નજર સામે જ  જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારી મેનહોલમાં પડી ગયા હતા. ત્યારબાદ હવે ફરી એકવાર સાકીનાકા વિસ્તારમાંથી એક ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ખૈરાની રોડ પર ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક રાહદારીએ જીવ ગુમાવતાં મહાપાલિકાના અંધેર કારભાર પર લોકોનો રોષ બેવડાયો છે.

      ગુરુવારે ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં ખૈરાની રોડ પર ખુલ્લા મેનહોલમાં પડી જવાથી  ૬૦ વર્ષીય અસલમ શેખનું મોત થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ રસ્તા પરના મેનહોલનું ઢાંકણ દૂર કરવામાં આવ્યું હતું અને મેનહોલ ખુલ્લો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ મેનહોલની આસપાસ  કોઈ જાતનાં બેરીકેડ કે ચેતવણીદર્શક પટ્ટી એવું કશું જ મૂકાયું ન હતું.

આ સ્થળ પાસે ચાલતાં ચાલતાં પસાર થઈ રહેલા અસલમ શેખ મોબાઈલ પર કોઈ સાથે વાત કરી રહ્યા હતા. વરસાદી પાણી ભરાયાં હોવાથી તેમને આગળ ઢાંકણ વિનાનું મેન હોલ છે તે ખ્યાલ ન હતો આવ્યો અને તેમાં તેઓ પટકાયા હતા.

કોઈ વ્યક્તિ મેન હોલમાં પડી છે તેવો  ખ્યાલ આવતાં દોડધામ મચી હતી.   કામદારોએ અસલમને શોધવા માટે મેનહોલમાં સીડી ઉતારી હતી.પરંતુ તેમને ફક્ત તેમની છત્રી અને ચંપલ જ મળ્યા હતા.

 આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અસલમ શેખ  કઈ દિશામાં વહી ગયા છે તેની તત્કાળ ભાળ મળી ન હતી.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર તેમની ભાળ મેળવતાં અમને લગભગ વીસથી પચીસ મિનિટ લાગી હતી.મેનહોલમાં ઉતર્યા પછી  અમમેં પહેલા પાણીનો પ્રવાહ તપાસ્યો હતો. પાણીનો પ્રવાહ જોઈને અમને લાગ્યું કે અંદર ગેસ હોઈ શકે છે અને તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આથી અમેં પહેલા વેન્ટિલેશન તપાસ્યું હતું. અમે પચ્ચીસ ફૂટ નીચે ગયા અને એક નાની જગ્યામાંથી બીજા મેનહોલમાં પહોંચ્યા હતા.  ત્યાં આ વ્યક્તિની ભાળ મળી હતી.  તેમને  બહાર લાવી  તાત્કાલિક મહાનગરપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું જણાવ્યું હતું.

    ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ જણાવ્યું હતું કે મહાપાલિકા કોન્ટ્રાક્ટર સામે કેસ દાખલ કરશે અને તેને સદોષ મનુષ્ય વધ  માટે જવાબદાર ઠેરવશે.

    દરમિયાન સાકીનાકા ખાતે મેનહોલ અકસ્માતની ઘટના અંગે સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પરથી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.