પુણેમાં સિપ્લાના સીએન્ડએફ વેરહાઉસનું ડ્રગ વેચાણ અને વિતરણ લાઈસન્સ રદ્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મિસબ્રાન્ડિંગનો મુદ્દો હોવાનો એફડીએનો દાવો
એફડીએના આદેશથી કંપનીને નિરાશાઃ તમામ માપદંડોનું પાલન કરાતું હોવાનો દાવો
મુંબઈ - મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પુણેના વડકી સ્થિત સિપ્લા ફાર્મા એન્ડ લાઈફ સાયન્સિસ લિમિટેડના કેરિંગ એન્ડ ફોરવર્ડિંગ (સીએન્ડએફ) વેરહાઉસના દવા વેચાણ અને વિતરણના લાઈસન્સ રદ કર્યા છે.
નિયમોના કથિત ઉલ્લંધનો થયા હોવાથી પગલું ભરાયું છે તેવું એફડીએએ શુક્રવારે જણાવ્યું હતું. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોના પાલનના આધારે નવી કાર્યવાહી પૂર્ણ કર્યા પછી પગલું ભરવામાં આવ્યું હતું તેવું એફડીએએ કહ્યું હતું.
રિયેકટિન પ્લસ નામની શિડયુલ એચ દવા સંબંધિત 'મિસબ્રાન્ડિંગ'નો મુદ્દો જણાયો હતો. પુણેના વડકીનામા કંપનીના વેરહાઉસમાં રિપેકટિન પ્લસ ડ્રગના પેકેજિંગ પર તેને એનેલજેસિક તરીકે દર્શાવવામાાં આવ્યું હતું. માથાનો દુખાવો, મસ્યુકયલર પેઈન, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, મચકોડ, શરીરમાં દુખાવો, દાંતમાં દુખાવો વિગેરે સમસ્યાઓમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો દાવો કરાયો હતો. પેકેજિંગ પર માનવ આકૃતિ દર્શાવવામાં આવી હતી અને મસ્કયુલર પેઈનમાંથી રાહત આપે છે તેવું દર્શાવવામાં આવી હતું. લાગૂ પડતા વૈધાનિક જોગવાઈઓ સાથે પેકેજ પરના દાવાઓ, શબ્દો, અને આકૃતિઓ ે સુસંગત નહીં હતા અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એક્ટ, ૧૯૪૦ હેઠળ મિસબ્રાન્ડિંગ (ભ્રામક લેબલિંગ)નો મુદ્દો સર્જાય છે તેવું એફડીએએ કહ્યું હતું.
ઉત્પાદકની ભૂમિકા છે તેવું કારણ આપીને ડ્રગના માર્કેટર તરીકેની વાંધાજનક જવાબદારીઓની સીએન્ડએફ વેરહાઉસ અવગણના કરી નહીં શકે તેવું એફડીએએ કહ્યું હતું.
સ્ટોરેજ અને વેરહાઉસ મેનેજમેન્ટમાં ઘણી ખામીઓ તરફ એફડીએએ ધ્યાન દોર્યું હતું. ફોર્મ ૩૫ ઈન્સ્પેકશન બુક ઉપલબ્ધ ન હોવી, પૂરતા પેલેટસ અથવા રેકસ ન હોવાથી દવાઓના બોકસ સીધા જમીન પર રાખવા, ડ્રગ્સના જથ્થા પર ધૂળ જમા થવી અને અપૂરતી સ્વચ્છતા વિગેરેનો સમાવેશ થાય છે.
ખરીદીના ઈન્વોઈસ વેચાણના ઈન્વોઈસની ડુપ્લિકેટ નકલો પર સહી, એસએપી રેકોર્ડસમાં અને ફિઝિકલ સ્ટોકમાં વિસંગતિ વિગેરે એફડીએએ વર્ણવી હતી.
એક્સપાયકાલ માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને રેકોર્ડસ ઉપલબ્ધ નહીં હતા.
દરમ્યાન એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ એક નિવેદનમાં કહ્યું કે 'ડ્રગ સપ્લાય ચેઈનમાં વૈધાનિક અનુપાલન અને દવાઓની સેફટી અને ક્વોલિટીની ખાતરી રાખવાનો હેતુ પણ એફડીએનું છે.
સિપ્લાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ક્વોલિટી અને પેશન્ટ સેફટી બાબતમાં સંપૂર્ણ પ્રતિબધ્ધતા કંપની જાળવે છે. અમારા વડકી સી એન્ડ એફએ સંબંધી મહારાષ્ટ્ર એફડીએનો નિર્ણય નિરાશાપૂર્ણ છે. અમારું વેરહાઉસ તમામ ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજ પ્રોટોકોલ્સનું અને ડિજિટલ રેકોર્ડકિપિંગ સ્ટાન્ડર્સનું પાલન કરે છે.
એફડીએના ઓર્ડરની સમીક્ષા કરાઈ રહી છે અને આગળના વિકલ્પો અંગે કંપની વિચાર કરી રહી છે.




