Mumbai

બોરીવલીની હોટેલમાં મૈસુર મસાલા ડોસામાં મરેલો ઊંદર મળ્યો

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈના બોરીવલી વેસ્ટમાં આવેલી રાધાકૃષ્ણ હોટેલમાં અમિત ત્રિવેદીના પરિવારે મૈસુર મસાલા ડોસા ઓર્ડર કર્યો હતો. ડોસા ખાતા અચાનક તેમાંથી મરેલો ઉંદર નીકળતા પરિવારને આઘાત લાગ્યો હતો. કેટલાક સભ્યોને ઉલટી પણ થઈ હતી. તેમણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જ્યારે અન્ય એક ચાઈનીઝ રેસ્ટોરાંમાં પણ ઉંદરો દેખાતા કાર્યવાહીની માંગ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોરીવલીની હોટેલમાં મૈસુર મસાલા ડોસામાં  મરેલો  ઊંદર મળ્યો

થોડો ડોસા ખાધો પછી ઉંદર જોતાં ઉલ્ટી

ગ્રાહકે પોલીસને જાણ કરીઃ બોરીવલીની જ અન્ય ચાઈનીઝ રેસ્ટોરામાં પણ ઉંદરોનું  સામ્રાજ્ય

મુંબઇ  -  બોરીવલી વેસ્ટની એક હોટેલમાં મૈસુર મસાલા ડોસામાંથી મરેલો ઉંદર નીકળતા ડોસાનો ઓર્ડર આપનારા પરિવારે જબરજસ્ત આઘાત અનુભવ્યો હતો. તેમણે તરત જ હોટેલ વિરૃદ્ધ બોરીવલી પોલીસ સ્ટેશનમાં ધા નાખી હતી.

બોરીવલી  પશ્ચિમમાં એલ.ટી. રોડ પર ગોયલ શોપિંગ સેન્ટર સામેની રાધાકૃષ્ણ હોટેલમાં  અમિત ત્રિવેદી તથા તેમના પરિવાર સાથે જમવા ગયા હતા.  પરિવારના એક   સભ્યએ  મૈસુર મસાલા ડોસાનો ઓર્ડર આપ્યો હતો.

 અડધો ડોસો ખાધા પછી મસાલાની વચ્ચે  ફરિયાદીના ભાઈની નજરે મરેલો ટચુકડો ઊંદર નજરે પડતા સહુ ચોંકી ગયા હતા.  પરિવારના એક-બે સભ્યોને તો ત્યાં જ ઉલ્ટી થઈ ગઈ હતી. તરત જ આ પરિવાર બોરીવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. હોટેલ તરફથી આ રીતે કસ્ટમરોના આરોગ્ય સામે ખેલ ખેલાતો હોવાથી હોટેલ વિરૃદ્ધ આકરા પગલાં લેવાની માગણી કરી હતી.

દરમિયાન, બોરીવલી આઈસી કોલોનીમાં પણ એક ચાઈનીઝ રેસ્ટોરામાં પાંચથી છ ઉંદર ફરતા હોવાની ફરિયાદ  ગ્રાહકોેએ કરી હતી. મનસેના સ્થાનિક નેતા કિરણ નકાશેએ આ બાબતે બીએમસીની સ્થાનિક વોર્ડ કચેરી ઉપરાંત એફડીએનું ધ્યાન દોરી આ હોટલ સામે પગલાં લેવા માગણી કરી હતી.